Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઈક ચોરીના ગુનામાં બે મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:મેઘપર પોલીસે 48 વર્ષીય ગોદળભાઈ લધાને જોગવડ ગામમાંથી પકડ્યો, નવી કલમો હેઠળ ગુનો નોંધાયો

    1 day ago

    જામનગર જિલ્લાના મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનામાં પોલીસે એક આરોપીને પકડ્યો છે. આ આરોપી છેલ્લા બે મહિનાથી ફરાર હતો.પોલીસને મળેલી બાતમીના આધારે જોગવડ ગામમાં આશાપુરા હોટલ પાછળની શેરીમાં તપાસ કરવામાં આવી હતી. ત્યાંથી આરોપી ગોદળભાઈ ઉર્ફે ગોદળીયો ચનાભાઈ લધા (ઉંમર 48) મળી આવ્યો હતો. તે હાલ વેરાવળ રહે છે અને મૂળ મીઠાપુર, તા. દ્વારકાનો વતની છે. પોલીસે ગોદળભાઈની ધરપકડ કરી તેને મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) અને 317(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયાના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ સુધીરસિંહ ડી. જાડેજા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આંધ્ર-ઓડિશામાં વાવાઝોડાએ તબાહી મચાવી, રાહુલ બોલ્યા-મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ દેશદ્રોહી; કોકરોચ પાર્ટીએ 48 કલાકમાં રાજીનામું માંગ્યું
    Next Article
    પોરબંદરથી 31 કિ.મી. દૂર મહારાષ્ટ્ર પાસિંગની ક્રેનમાં આગ:ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, વધુ નુકસાન રોકવા વાહન સ્ટેન્ડબાય કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment