Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ:48 સભ્યોની સર્વાનુમતે રચનાને મંજૂરી, આવતીકાલે સમિતિઓ બનશે

    2 days ago

    ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં સર્વાનુમતે કુલ 48 સભ્યોની રચનાને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક ગોધરા સ્થિત જિલ્લા પંચાયત હોલમાં યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મયંક દેસાઈએ અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. સભા દરમિયાન પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, જનસુવિધાઓ અને વિવિધ પ્રગતિલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ 48 સભ્યો આગામી સમયમાં જિલ્લાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠક બાદ આવતીકાલે જિલ્લા પંચાયતની વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓની રચના કરવામાં આવશે. નવી સમિતિઓના ગઠનથી જિલ્લાના વિકાસકાર્યો અને વહીવટી પ્રક્રિયાને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ખેરવા ગામે ભરબપોરે સનસનાટીભરી લૂંટ:ચોકમાં જ વેપારીની આંખમાં મરચું નાખી, દોઢ ફૂટનો છરો હાથની આરપાર ભોંકી રૂ 1.50 લાખ અને 10 તોલા દાગીના લૂંટ્યા
    Next Article
    પુલ નહીં બને તો 2027 માં વિસાવદર વાળી થશે..:વંથલીન નાવડામાં પુલ ધોવાતાં 58 ખેડૂતોની વાવણી અટકી; ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી કહ્યું 2027 અરવિંદ ભાઈ ક્યાંય ગોત્યા નહી જડે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment