Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મા નજીક પશુ ભરેલી ટ્રક પકડાઈ:48 પશુઓમાંથી 5 પાડાના મોત, ચાલક ફરાર

    2 days ago

    ચાણસ્મા-મોઢેરા હાઇવે પર કારોડા ગામ નજીક જીવદયાપ્રેમીઓએ પશુઓ ભરેલી એક ટ્રક પકડી પાડી હતી. આ ટ્રકમાં ક્રૂરતાપૂર્વક 48 પશુઓને ભરવામાં આવ્યા હતા, જેમાંથી 5 પાડાના મોત થયા હતા. પોલીસે ફરાર ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના 26 ઓગસ્ટ, 2026 ના રોજ બની હતી. જીવદયાપ્રેમીઓની ટીમે બાતમીના આધારે નંબર પ્લેટ વગરની ટાટા કંપનીની આઇશર ટ્રકને કારોડા ગામ નજીક અટકાવી હતી. ટ્રક ઊભી રહેતા જ તેનો ચાલક અંધારાનો લાભ ઉઠાવીને વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. જીવદયાપ્રેમીઓએ ટ્રકની તપાસ કરતા તેમાં લાકડાના પાટિયા મૂકીને બે ભાગ બનાવવામાં આવ્યા હતા. પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધીને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા. તેમના મોં અને પગ દોરડાથી બાંધેલા હોવાથી તેઓ હલનચલન પણ કરી શકતા ન હતા. પોલીસ હેલ્પલાઇન 112 પર જાણ કરાતા ચાણસ્મા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ટ્રકને ચાણસ્મા પાંજરાપોળ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં પશુઓને નીચે ઉતારવામાં આવ્યા. કુલ 47 પાડા અને 1 પાડી સહિત 48 પશુઓ મળી આવ્યા હતા. આ 48 પશુઓમાંથી 5 પાડા ગૂંગળામણ અને ક્રૂરતાના કારણે ટ્રકની અંદર જ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બચેલા 43 પશુઓને ચાણસ્મા પાંજરાપોળમાં આશ્રય આપવામાં આવ્યો છે અને ગંભીર રીતે ઘવાયેલા પશુઓની સારવાર શરૂ કરવામાં આવી છે. ટ્રકમાંથી મળેલી આરસી બુકના આધારે વાહન અમદાવાદના સરફરાજખાન મહંમદખાન પઠાણના નામે હોવાનું જાણવા મળ્યું છે. ચાણસ્મા પોલીસે ફરાર ડ્રાઇવર અને વાહનમાલિક સામે બીએનએસ (ભારતીય ન્યાય સંહિતા) તથા પશુઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં યુનિયન બેંક સાથે છેતરપિંડી:લોન લઈને ધંધાના યુનિટ બંધ રાખી રૂ.1.45 કરોડથી વધુની ઠગાઈ આચરી, 6 સામે ગુનો નોંધાયો
    Next Article
    પાટણમાં પરીણિતાનો આપઘાતનો પ્રયાસ, પતિ સામે FIR:સંતાન ન થતા પતિએ ત્રાસ આપતાં ગોળીઓ ગળી લીધી હોવાની ફરિયાદ નોંધાઇ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment