Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં યુનિયન બેંક સાથે છેતરપિંડી:લોન લઈને ધંધાના યુનિટ બંધ રાખી રૂ.1.45 કરોડથી વધુની ઠગાઈ આચરી, 6 સામે ગુનો નોંધાયો

    2 days ago

    વડોદરા શહેરમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની બાજવા બ્રાન્ચમાંથી વર્ષ 2020થી 2025 દરમિયાન અલગ-અલગ બિઝનેસ માટે લોન મેળવીને ધંધાના યુનિટ બંધ રાખી સ્ટોક અને મશીનરી સ્થળ પર નહીં રાખવા તેમજ બનાવટી દસ્તાવેજો અને બિલ રજૂ કરી બેંક સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર મામલે 6 આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી એકબીજાની મદદથી બેંકને કુલ રૂ.1,45,12,056ની લોનની લેણી રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જવાહરનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પ્રીતી ટ્રેડર્સના પ્રોપરાઈટર પ્રીતી સમીર ખત્રીએ ધંધા માટે 9.80 લાખ રૂપિયાની કેશ ક્રેડિટ લોન મેળવી હતી. જોકે ધંધાનું યુનિટ બંધ રાખી સ્ટોકના સ્ટેટમેન્ટ, ફેબ્રિકેશન સહિતના બનાવટી દસ્તાવેજો રજૂ કરી બેંક સાથેના હાઈપોથીકેશન એગ્રીમેન્ટનો ભંગ કર્યો હતો. લોન માટે દર્શાવવામાં આવેલી વસ્તુઓ સ્થળ પર નહીં રાખી બનાવટી બિલો રજૂ કર્યા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના પગલે બેંકની 11,79,097 રૂપિયાની રકમ વ્યાજ સાથે બાકી છે. ગુરુકૃપા ટ્રેડર્સના પ્રોપરાઈટર પીનાકીન શાંતીલાલ પટેલે 24.70 લાખ રૂપિયાની કેશ ક્રેડિટ લોન મેળવી હતી. ધંધાનું યુનિટ બંધ રાખી સ્થળ પર સ્ટોક નહીં રાખવા તેમજ હાઈપોથીકેશન એગ્રીમેન્ટનો ભંગ કરી લોન માટે દર્શાવેલી વસ્તુઓ સ્થળ પર નહીં રાખી બનાવટી બિલો રજૂ કર્યા હતા. આ કેસમાં બેંકની 29,30,810 રૂપિયાની રકમ વ્યાજ સાથે બાકી છે. પટેલ એન્ડ કંપનીના પ્રોપરાઈટર ભારતી શાંતીલાલ પટેલે 42.30 લાખ રૂપિયાની ટર્મ લોન મેળવી હતી. તેમાંથી રૂ.7,31,569 બેંકમાં ભર્યા બાદ રૂ.34,98,431ની રકમ બાકી રહી હતી. ધંધાનું યુનિટ બંધ રાખી સ્થળ પર કોઈ મશીનરી નહીં રાખી અને હાઈપોથીકેશન એગ્રીમેન્ટનો ભંગ કર્યો અને લોન માટે દર્શાવેલી વસ્તુઓના બનાવટી બિલો રજૂ કરી બેંકને નુકસાન પહોંચાડ્યું હતું. મારૂતી ટ્રેડર્સના પ્રોપરાઈટર નીકીતા પીનાકીન પટેલે કેશ ક્રેડિટ લોન 10 લાખ રૂપિયા તથા ટર્મ લોન 13.75 લાખ રૂપિયા મળી કુલ 23.75 લાખ રૂપિયાની લોન મેળવી હતી. ધંધાનું યુનિટ બંધ રાખી સ્ટોક કે મશીનરી સ્થળ પર નહીં રાખી હાઈપોથીકેશન એગ્રીમેન્ટનો ભંગ કર્યો હતો. લોન માટે દર્શાવેલી વસ્તુઓ સ્થળ પર નહીં રાખી બનાવટી બિલો રજૂ કરી લોનની રકમમાંથી અંગત ઉપયોગ કર્યો હતો. બંને લોન મળીને વ્યાજ સહિત કુલ 24,02,437 રૂપિયા lનું નુકસાન પહોંચાડ્યું હતું. સીયારામ ટ્રેડર્સના પ્રોપરાઈટર નેહા મિત ગજ્જરે 12.30 લાખ રૂપિયાની ટર્મ લોન મેળવી હતી. તેમાંથી 7,24,241 રૂપિયા બેંકમાં ભર્યા બાદ ધંધાનું યુનિટ બંધ રાખી સ્થળ પર કોઈ મશીનરી કે સાધનો રાખ્યા નહોતા. હાઈપોથીકેશન એગ્રીમેન્ટનો ભંગ કરી લોન માટે દર્શાવેલી વસ્તુઓ સ્થળ પર નહીં રાખી બનાવટી બિલો રજૂ કર્યા હતા. જેના કારણે બેંકની 5,05,759 રૂપિયાની રકમનું નુકસાન પહોંચાડ્યું હતું. ધ અમી વીડિયોના પ્રોપરાઈટર મીનાબેન રજનીકાંત ખત્રીએ 42.75 લાખ રૂપિયાની ટર્મ લોન મેળવી હતી. તેમાંથી 2,79,478 રૂપિયા બેંકમાં ભર્યા બાદ 39,95,522 રૂપિયાની રકમ બાકી રહી હતી. ધંધાનું યુનિટ બંધ રાખી સ્થળ પર મશીનરી નહીં રાખવા ઉપરાંત લોન મેળવતી વખતે કોટક મહિન્દ્રા બેંકનું સ્ટેટમેન્ટ, રઘુનંદન ડિજિટલ એન્ટરપ્રાઇઝનું પ્રોફોર્મા ઇન્વોઇસ તથા અન્ય બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ તમામ આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે ભેગા મળી સ્ટોકના સ્ટેટમેન્ટ, ફેબ્રિકેશનના દસ્તાવેજો, બેંક સ્ટેટમેન્ટ, પ્રોફોર્મા ઇન્વોઇસ અને બનાવટી બિલો તૈયાર કરી સાચા દસ્તાવેજો તરીકે બેંકમાં રજૂ કર્યા હતા. લોનની રકમ મેળવ્યા બાદ વિવિધ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી એકબીજાને મદદગારી કરી હોવાનો પણ આક્ષેપ છે. આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચી ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, બાજવા બ્રાન્ચને કુલ રૂ.1,45,12,056ની લોનની લેણી રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રામાં 1501મી ઇદે-મિલાદની ઉજવણી:મુસ્લિમ સમાજે શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો
    Next Article
    ચાણસ્મા નજીક પશુ ભરેલી ટ્રક પકડાઈ:48 પશુઓમાંથી 5 પાડાના મોત, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment