Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં 1501મી ઇદે-મિલાદની ઉજવણી:મુસ્લિમ સમાજે શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે 1501મી ઇદે-મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે વહેલી સવારે એક વિશાળ ઝુલુસ (શોભાયાત્રા) કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આ જુલૂસમાં ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે શાંતિ, અમન અને ભાઈચારાનો સંદેશો સમગ્ર સમાજમાં ફેલાવવામાં આવ્યો હતો, જે કોમી એકતાનું પ્રતિક બન્યો હતો. ઇદે-મિલાદના પર્વ નિમિત્તે ધ્રાંગધ્રાની મસ્જિદો અને ઘરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. વિવિધ સ્થળોએ કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી અને નાના બાળકોને પરંપરાગત વસ્ત્રો પહેરાવીને આ પર્વનો આનંદ માણવામાં આવ્યો હતો. આજે બુધવારે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં 1501મી ઇદે-મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી સવારે ઝુલુસ કાઢીને આ પર્વને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો હતો. ઝુલુસ દરમિયાન વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો અને નિયાઝ (ભોજન વિતરણ)નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં નીકળેલા ઝુલુસમાં મસ્જિદોના આલીમ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મૌલાનાઓનું સન્માન કર્યું હતું. ધર્મગુરુઓએ આ ઝુલુસમાં જોડાઈને કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો. ઇદે-મિલાદના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નિર્દેશ હેઠળ ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીઆઈએ પોલીસ દળ સાથે ખડે પગે રહીને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી. આ ઝુલુસ શહેરના જૂની શાક માર્કેટ, શક્તિ ચોક, રાજ નવયુગ રોડ, બાંભા શેરી અને રાજકમલ ચોક જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થયું હતું, જ્યાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    વરસાદના કારણે ચોથા દિવસની રમત અટકી:ભારત સામે શ્રીલંકાની હાલત કફોડી, ટી-બ્રેક પડી ધડાધડ વિકેટ ગુમાવી, SL પાસે 16 રનની લીડ; સ્કોર 229/6
    Next Article
    વડોદરામાં યુનિયન બેંક સાથે છેતરપિંડી:લોન લઈને ધંધાના યુનિટ બંધ રાખી રૂ.1.45 કરોડથી વધુની ઠગાઈ આચરી, 6 સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment