Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે ચોથા દિવસની રમત અટકી:ભારત સામે શ્રીલંકાની હાલત કફોડી, ટી-બ્રેક પડી ધડાધડ વિકેટ ગુમાવી, SL પાસે 16 રનની લીડ; સ્કોર 229/6

    2 days ago

    કોલંબો ટેસ્ટમાં શ્રીલંકાએ ફોલોઓન રમતા બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. ટીમનો સ્કોર 229/6 છે. ટીમ તરફથી સોનલ દિનુષા અને કેશરા નુવંથા ક્રિઝ પર છે. હાલ વરસાદના કારણે મેચને રોકવી પડી છે. ટીમ પાસે 16 રનની લીડ છે. બુધવારે મેચના ચોથા દિવસે પસિન્દુ સૂરિયાબંડારા 92 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન ધનંજય ડી સિલ્વા 23 રન બનાવીને પેવેલિયન ભેગો થયો. આ બંનેને માનવ સુથારે આઉટ કર્યા. જ્યારે નિરોશન ડિકવેલાને સારાંશ જૈને આઉટ કર્યો. કામિન્દુ મેન્ડિસ 55 રન બનાવીને પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલ પર આઉટ થયો. આ પહેલા કામિલ મિશારા 32 રન પર રવીન્દ્ર જાડેજા અને લાહિરુ ઉદારા 3 રન પર મોહમ્મદ સિરાજનો શિકાર બન્યા હતા. ભારતે પહેલી ઇનિંગ્સ 503/9 પર ડિકલેર કરી હતી. જવાબમાં શ્રીલંકા 290 રનમાં ઓલઆઉટ થયું હતું. તે હિસાબે ભારતને 213 રનની લીડ મળી હતી, જેના પછી ફોલોઓન આપ્યું હતું. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશારા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    भगवा, हिन्दू ख़तरे के नाम पर बीजेपी के लिए वोट कौन माँग रहा है? कहाँ है चुनाव आयोग?
    Next Article
    ધ્રાંગધ્રામાં 1501મી ઇદે-મિલાદની ઉજવણી:મુસ્લિમ સમાજે શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment