Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં પરીણિતાનો આપઘાતનો પ્રયાસ, પતિ સામે FIR:સંતાન ન થતા પતિએ ત્રાસ આપતાં ગોળીઓ ગળી લીધી હોવાની ફરિયાદ નોંધાઇ

    2 days ago

    પાટણ શહેરના સુરમ્ય સોસાયટી વિસ્તારમાં રહેતી 29વર્ષીય પરિણિતા નયનાબેને સંતાન ન થવાના કારણે પતિના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમણે પાટણના સહસ્ત્રલિંગ તળાવ ખાતે દવાઓની 18 જેટલી ગોળીઓ ગળી લીધી હતી. આ મામલે પરિણિતાના પતિ કરણભાઈ શીવરામભાઈ મકવાણા વિરુદ્ધ પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના વતની કરણભાઈ શીવરામભાઈ મકવાણા સાથે નયનાબેનના લગ્ન 26 માર્ચ 2023ના રોજ સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના ત્રણ માસ બાદથી જ પરિણિતાને સંતાન ન હોવાના કારણે પતિ કરણભાઈ નાની-નાની વાતોમાં ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ગત 16 જુલાઈ 2026ના રોજ રાત્રિના લગભગ 11:00 વાગ્યે પતિ કરણભાઈએ સંતાન ન હોવા બાબતે બોલાચાલી કરી નયનાબેન સાથે મારઝૂડ કરી હતી. ત્યારબાદ તેમણે પોતાના ભાઈને ફોન કરીને નયનાબેનને લઈ જવા જણાવ્યું હતું અને ઘરમાંથી હાંકી કાઢી ફરીથી પાછા આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પરિણિતાના પિયર પક્ષના લોકો અને સાસરી પક્ષના સભ્યો વચ્ચે સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ સમાધાન ન થતાં નયનાબેન પોતાના પિયર સરવા ગામે રહેવા ગયા હતા. દરમિયાન, 21ઓગસ્ટ 2026ના રોજ માનસિક તણાવમાં આવેલી નયનાબેન ઘરેથી નીકળી પાટણ સહસ્ત્રલિંગ તળાવ ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાના વોટ્સએપ પર દુઃખી થવાના સ્ટેટસ મૂક્યા હતા. બાદમાં પોતાના પાકીટમાં રહેલી માનસિક બીમારીની કુલ ૧૮ ગોળીઓ એકસાથે ખાઈ લીધી હતી. વોટ્સએપ સ્ટેટસ જોઈને તેમના ભાઈ તથા પરિવારજનો તાત્કાલિક સહસ્ત્રલિંગ તળાવ પહોંચ્યા હતા અને અર્ધબેભાન હાલતમાં તેમને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પરિણિતા નયનાબેને પોતાના પતિ કરણભાઈ શીવરામભાઈ મકવાણા સામે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્મા નજીક પશુ ભરેલી ટ્રક પકડાઈ:48 પશુઓમાંથી 5 પાડાના મોત, ચાલક ફરાર
    Next Article
    Rapper Raftaar's Onam Famjam With Aly Goni, Jasmin Bhasin And Lakshmi Manchu

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment