Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટારિયા ખાંડ મંડળીની 18 નવેમ્બરે યોજાનારી ઈ-હરાજી સામે વિરોધનો વંટોળ:₹186.48 કરોડની અનામત કિંમત અને પારદર્શિતા સામે સવાલ; પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ હરાજી સ્થગિત કરવા માંગ કરી

    3 days ago

    ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા ગામે આવેલી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીની મિલકતોની હરાજી સામે ભારે વિરોધ સામે આવ્યો છે. ભરૂચ જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. NCDC દ્વારા સરફેસી એક્ટ (SARFAESI Act) હેઠળ મંડળીની 46.03 હેક્ટર જમીન, પ્લાન્ટ અને મશીનરી સહિતની મિલકતોની આગામી 18 નવેમ્બરના રોજ યોજાનારી ઈ-હરાજી તાત્કાલિક અસરથી રોકવાની માંગ સાથે સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હરાજીની કાયદેસરતા અને પારદર્શિતા સામે સવાલો જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મંડળીની મિલકતોની હરાજી માટે અનામત કિંમત ₹186.48 કરોડ નક્કી કરવામાં આવી છે. ખેડૂત હિત રક્ષક સમિતિએ આ સમગ્ર પ્રક્રિયાની કાયદેસરતા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. વર્ષોથી આ સહકારી મંડળી સાથે જોડાયેલા હજારો ખેડૂત શેરધારકોને આ હરાજી અંગે પૂરતી જાણ કરવામાં આવી છે કે નહીં, તેમજ તેમને પોતાની રજૂઆત કરવાની યોગ્ય તક મળી છે કે કેમ તે અંગે પ્રશ્નો ખડા કરાયા છે. મૂલ્યાંકન પ્રક્રિયાની તટસ્થ તપાસની માંગ આવેદનપત્રમાં મંડળીની કિંમતી જમીન અને મશીનરીનું મૂલ્યાંકન કઈ રીતે કરવામાં આવ્યું તથા અનામત કિંમત નક્કી કરવાની સમગ્ર પ્રક્રિયા કેટલી યોગ્ય છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. સમિતિએ કલેક્ટર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે હરાજી સંબંધિત તમામ દસ્તાવેજો અને ફાઈલો મંગાવીને તેની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે. શેરધારકોના હિત રક્ષણ સુધી હરાજી સ્થગિત કરવા રજૂઆત ખેડૂતો અને શેરધારકોના કાયદેસરના આર્થિક હિતોનું સંપૂર્ણ રક્ષણ થાય ત્યાં સુધી 18 નવેમ્બરના રોજ યોજાનારી ઈ-હરાજીની તમામ કાર્યવાહી સ્થગિત રાખવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય અને સમિતિના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડીને એકતરફી કાર્યવાહી કરવામાં આવશે તો આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન તેજ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભારત પર્વના પ્રથમ 5 દિવસમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ આવ્યા:એકતાનગરમાં 15 નવેમ્બર સુધી ચાલશે મહોત્સવ; 9 નવેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લું, વ્યૂઇંગ ગેલેરી બંધ
    Next Article
    રામનાથપરામાં પાડોશીઓ વચ્ચે ધોકાથી મારામારી:કચરાની ડોલ રાખવા બાબતે બોલાચાલી બાદ મામલો બીચક્યો, પોલીસ FIR ન લેતી હોવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment