Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવ્ય ભાસ્કરના અભિયાનમાં 48 વૃક્ષો રોપી સંસ્થાના ફાઉન્ડરે જન્મદિન ઉજવ્યો:365 દિવસ વૃક્ષારોપણ કરતી ગ્રીન આર્મી ટ્રસ્ટના 10 વર્ષ પૂર્ણ, 1.75 લાખ વૃક્ષો રોપી જતન પણ કર્યું

    4 days ago

    365 દિવસ વૃક્ષારોપણ કરતી સંસ્થા ગ્રીન આર્મી ચેરીટેબલ ટ્રસ્ટને 10 વર્ષ પૂર્ણ થયા. 10 વર્ષોમાં સંસ્થાએ 1.75 લાખ વૃક્ષોનું રોપણ કરી તેની માવજત પણ કરી રહ્યું છે. રોજ વહેલી સવારે 5 વાગે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવા માટે સંસ્થાની 4 ટીમ નીકળી જાય છે. 350 સભ્યોની ટીમ અવિરત વૃક્ષારોપણ કરવા માટે હંમેશા તત્પર હોય છે. પાલ- અડાજણ, વેસુ, મોટાવરાછા અને સરથાણામાં નવા વિકસિત વિસ્તારોમાં જઈને વૃક્ષારોપણ કરે છે. પાલિકા નવી ટીપીમાં રોડ બનાવે ત્યાં જ ગ્રીન આર્મીના સભ્યો ડિવાઇડરમાં વૃક્ષારોપણ કરી જાય છે. મોટાભાગના સભ્યો વહેલી સવારે 5થી 7 વાગ્યા સુધી વૃક્ષારોપણની સેવા કરી બાદમાં પોતાના નોકરી, ધંધા પર જાય છે. કોઈપણ પરિસ્થિતિમાં, દિવાળી કે તહેવારોમાં પણ વૃક્ષારોપણમાં રજા રાખવામાં આવતી નથી. કદાચ કોઈ સંજોગોમાં વૃક્ષારોપણ થઈ શકે તેવી સ્થિતિ ન હોય તો નમી ગયેલા વૃક્ષોને ટેકા ઊભા કરવા, ડાળીઓ સરખી કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. ટ્રી ગાર્ડ પણ સંસ્થાના સભ્યો જાતે બનાવે છે. વૃક્ષારોપણ બાદ દરેક વૃક્ષની સતત ચાર વર્ષ સુધી દેખરેખ રાખી માવજત કરવામાં આવે છે. દિવ્ય ભાસ્કરના અભિયાનમાં 48 વૃક્ષો રોપી સંસ્થાના ફાઉન્ડરે જન્મદિન ઉજવ્યો 30મી જુલાઈએ સંસ્થાના ફાઉન્ડર મેમ્બર તુલસીભાઈ માંગુકિયાના 72માં જન્મદિવસ નિમિત્તે દિવ્ય ભાસ્કરના અભિયાન સાથે જોડાઈને 48 વૃક્ષોનું રોપણ ખડસદ ખાતે નવા બનેલા રોડ ડિવાઇડરમાં કરાયું હતું. તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરવું દરેકની ફરજ છે.વૃક્ષો માણસનું જીવન છે. પૃથ્વીને બચાવવા માટે વૃક્ષો ઉગાડવા જરૂરી છે આ વાત દરેકને સમજાય, વધારે લોકો જાગૃત થાય તેના માટે પ્રયાસ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    પૂર રાહત:14 જાન્યુ.સુધી DICને બેંકનો મંજૂરી પત્ર આપવો પડશે, વીમા ક્લેઇમ લોન સાથે લિંક થશે નહીં
    Next Article
    સૌની યોજનાના નીર આજી-3 બાદ ઉંડ-1માં ઠાલવવાનું શરૂ:જામનગરને પાણી પુરૂ પાડવા કવાયત, હવે સસોઈ પહોંચશે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment