Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર રાહત:14 જાન્યુ.સુધી DICને બેંકનો મંજૂરી પત્ર આપવો પડશે, વીમા ક્લેઇમ લોન સાથે લિંક થશે નહીં

    4 days ago

    દક્ષિણ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વેપારીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે જાહેર કરાયેલી સુરત ફ્લડ રિલીફ સ્કીમ અંતર્ગત લોન અને વ્યાજ સબસિડીની પ્રક્રિયા ઝડપી બનાવવા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) ના જનરલ મેનેજરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં 14 જાન્યુઆરી 2027 સુધી ડીઆઇસીને બેંકનો મંજૂરી પત્ર જમા કરાવવા અને વીમા કલેઇમ લોન સાથે લિંક થશે નહીં તેવું નક્કી કરાયું હતું ચેમ્બરની રજૂઆતના પગલે યોજાયેલી બેઠકમાં દક્ષિણ ગુજરાતની બેંકોના હેડ, અગ્રણી બેંકર્સ, કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલા અને પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ રજૂઆત કરી હતી કે, પૂરમાં નુકસાનીના ફોટો-વીડિયો ન હોય તો ચેમ્બર અથવા એસોસિયેશનનું સર્ટિફિકેટ માન્ય રખાય.ઉલ્લેખનિય છે કે, શહેરમાં ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં ઉદ્યોગાકારોને પુરના કારણે મોટું નુકસાન થયું છે. પરંતુ તેમની પાસે વિડિયો કે ફોટોગ્રાફ નથી જેથી તેઓ સહાયથી વંચિત ન રહે તે માટે જે-તે એસોસિએશનના લેટર પેડ પર સર્ટી આપે તેને મંજૂર કરવા ઉદ્યોગકારો દ્વારા માંગ કરવામાં આવી છે. બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો અરજી પ્રક્રિયા અને સેન્ક્શન લેટર : સ્કીમ હેઠળ લાભ મેળવવા ઈચ્છુક વેપારીએ જે-તે બેંકમાં લોન માટે અરજી કરી સેન્ક્શન લેટર (મંજૂરી પત્ર) મેળવવાનો રહેશે. આ સેન્ક્શન લેટર DIC (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર)ની કચેરી ખાતે જમા કરાવ્યા બાદ તેના આધારે લોન મંજૂર કરવામાં આવશે. લોનની રકમ, મુદત અને 7% વ્યાજ સબસિડી : પૂર અસરગ્રસ્ત વેપારીઓને 30 લાખ સુધીની લોન પર વર્ષે 7% વ્યાજ સબસિડી 3 વર્ષ માટે મળવાપાત્ર રહેશે. જો કોઈ વેપારીને 30 લાખથી વધુ રકમની લોન સેન્ક્શન થાય કે લોનની મુદત 3 વર્ષથી વધુ હોય, તો પણ વ્યાજ સબસિડીની રકમ 30 લાખની મર્યાદામાં વાર્ષિક 7% લેખે મહત્તમ 3 વર્ષ સુધી જ મર્યાદિત રહેશે. કોલેટરલ સિક્યોરિટી અને અન્ય જોગવાઈઓ : લોન મંજૂર કરતી વખતે જો કોલેટરલ કે મોર્ગેજ મૂલ્યમાં આંશિક ઘટાડો જણાતો હોય, તો પણ વેપારીઓની લોન અરજીઓ પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી લોન મંજૂર કરવા બેંકોને સૂચન થયું છે. વધુમાં, આ સ્કીમને વેપારીના ઈન્સ્યોરન્સ ક્લેઈમ સાથે લિંક કરવામાં આવશે નહીં. જરૂરી દસ્તાવેજો: લોન અરજી સાથે વેપારીઓએ એપ્રિલ, મે અને જૂન મહિનાના GSTR-3B ની નકલ રજૂ કરવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    પ્રાથમિક સુવિધા માટે ઠરાવ પસાર કરવા માંગ:‘વેરો વસૂલતી પાલિકા ટીપીની આડમાં વરાછામાં રહીશોને પાયાની સુવિધાઓ કેમ આપતી નથી?’
    Next Article
    દિવ્ય ભાસ્કરના અભિયાનમાં 48 વૃક્ષો રોપી સંસ્થાના ફાઉન્ડરે જન્મદિન ઉજવ્યો:365 દિવસ વૃક્ષારોપણ કરતી ગ્રીન આર્મી ટ્રસ્ટના 10 વર્ષ પૂર્ણ, 1.75 લાખ વૃક્ષો રોપી જતન પણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment