Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાથમિક સુવિધા માટે ઠરાવ પસાર કરવા માંગ:‘વેરો વસૂલતી પાલિકા ટીપીની આડમાં વરાછામાં રહીશોને પાયાની સુવિધાઓ કેમ આપતી નથી?’

    4 days ago

    પાલિકા દ્વારા લોકો પાસેથી તમામ પ્રકારના વેરા વસૂલવામાં આવે છે, પરંતુ વરાછાની 15થી 20 સોસાયટીઓમાં ટેકનિકલ કારણો આગળ ધરીને પ્રાથમિક સુવિધાઓ આપવાનો ઇનકાર કરાતા સ્થાનિકોમાં રોષ છે. T.P. રિઝર્વેશનના નામે વર્ષોથી પાયાના અધિકારોથી વંચિત નાગરિકો માટે વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનાણી (કુમાર)એ પાલિકા અને શાસકો સામે મોરચો માંડ્યો છે. ધારાસભ્ય કાનાણીએ ત્રણ વોર્ડના કોર્પોરેટરો સાથે પાલિકા ખાતે મેયર માયા માવાણીને રજુઆત કરી હતી.તેમણે પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, વરાછાની અનેક સોસાયટીઓ 40થી 50 વર્ષ પહેલાં વસેલી છે, જ્યારે ટીપી સ્કીમનું અસ્તિત્વ નહોતું. લોકોએ જિંદગીભરની કમાણીથી બનાવેલા મકાનો બાદ મનપાએ પાછળથી ટીપી સ્કીમ અમલી કરી પ્લોટો કે સોસાયટીના ભાગ પર સરકારી રિઝર્વેશન દર્શાવી દીધું હતું.ઘણી સોસાયટીઓમાં માત્ર આંશિક અથવા અંશતઃ ભાગમાં જ રિઝર્વેશન છે છતાં આખી સોસાયટીને પીવાનું પાણી, ગટર અને પાકા રસ્તાની જરૂરિયાતોથી વંચિત રખાય છે. લોકોને ભવિષ્યના રિઝર્વેશન અંગે કોઈ પૂર્વ જાણ નહોતી. સ્થાનિકો પાસેથી મનપા જો નિયમિતપણે વેરો ઉઘરાવતી હોય તો બદલામાં પાયાની સુવિધાઓ આપવી એ તંત્રની ફરજ છે. પ્રાથમિક સુવિધા માટે ઠરાવ પસાર કરવા માંગ વરાછાના 300થી વધુ પરિવારો અને હજારો નાગરિકોની હાલાકી દૂર કરવા ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકાની સામાન્ય સભા અથવા સ્ટેન્ડિંગ કમિટીમાં વિશેષ નીતિગત ઠરાવ પસાર કરવાની માંગણી કરી છે. જે સોસાયટીઓમાં અંશતઃ કે સંપૂર્ણ રિઝર્વેશન હોય ત્યાં પણ લોકહિત ધ્યાને રાખીને રસ્તા, ડ્રેનેજ અને પીવાના પાણીની સુવિધા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવો વહીવટી નિર્ણય લેવા તેમણે રજૂઆત કરી છે. અસરગ્રસ્ત ટીપી સ્કીમ અને સોસાયટીઓ
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સલાહ:દુશ્મનો દ્વારા દેશનો નાશ કરવા માટે ‘ગુપ્ત યુદ્ધ’ સામે ‘ડ્રગ્સ ફ્રી મુંબઈ’ અભિયાન શરૂ
    Next Article
    પૂર રાહત:14 જાન્યુ.સુધી DICને બેંકનો મંજૂરી પત્ર આપવો પડશે, વીમા ક્લેઇમ લોન સાથે લિંક થશે નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment