Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આગામી 48 કલાક અસહ્ય ગરમીમાં શેકાવું પડશે:પવનની દિશા બદલાતા તાપમાન 3 ડિગ્રી ઘટશે, મે મહિનામાં સામાન્ય કરતાં વધુ રહેશે; 7 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર

    12 hours ago

    હાલ સમગ્ર ગુજરાતમાં અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક બાદ પવનની દિશા બદલાતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. પશ્ચિમી ગરમ પવનોને સ્થાને દરિયાઈ ભેજવાળા પવન ફૂંકાવાને કારણે રાજ્યના નાગરિકોને આકરી ગરમીમાંથી ટૂંકા ગાળાની રાહત મળી શકે છે. વર્તમાન સ્થિતિ અને ગરમીનો પારો છેલ્લા 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નોંધાયો નથી, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યના 7 જેટલા શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી સુધી પહોંચ્યું છે, જે સામાન્ય કરતા ઘણું વધારે છે. હવામાનમાં પરિવર્તનની આગાહી આગામી બે દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. અત્યારે ફૂંકાતા ગરમ પવનોને બદલે દરિયાઈ ભેજવાળા પવન શરૂ થવાથી ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાશે. જોકે, આ રાહત માત્ર થોડા સમય માટે જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મે મહિના માટે ચિંતાજનક સંકેત હવામાન વિભાગે મે મહિના માટે સાવચેત કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં મહત્તમ અને લઘુતમ બંને તાપમાન સામાન્ય કરતા ઊંચા રહી શકે છે. આનો અર્થ એ છે કે દિવસની સાથે રાત્રિના સમયે પણ ગરમીનો અનુભવ યથાવત રહેશે. માત્ર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન નીચું રહેવાની શક્યતા હોવાથી ત્યાં રાત્રિ દરમિયાન થોડી ઠંડક અનુભવાઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    સુરત શાળા 316ના શિક્ષિકા ભાનુબેન પટેલ નિવૃત્ત:37 વર્ષની દીર્ઘ સેવા બદલ કૃતજ્ઞતા અર્પણ સમારોહ યોજી સન્માન કરાયું
    Next Article
    મોપેડની ટ્રેક્ટર સાથે જોરદાર ટક્કર, CCTV:ટ્રેક્ટર રોડ ક્રોસ કરતું હતુંને ભયાનક અકસ્માત, તરસાલીમાં મોપેડ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment