Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત શાળા 316ના શિક્ષિકા ભાનુબેન પટેલ નિવૃત્ત:37 વર્ષની દીર્ઘ સેવા બદલ કૃતજ્ઞતા અર્પણ સમારોહ યોજી સન્માન કરાયું

    13 hours ago

    નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક – 316 માં 28 એપ્રિલ, 2026 ના રોજ 'કૃતજ્ઞતા અર્પણ સમારોહ' યોજાયો હતો. શાળાના શિક્ષિકા ભાનુબેન ગોવિંદભાઈ પટેલ 37 વર્ષની દીર્ઘ સેવા બાદ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં શાળા પરિવારે તેમના સન્માનમાં આ અનોખા વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. વેડરોડ સ્થિત સ્વાગત ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું ગુલાબ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થનાર ભાનુબેનનું ફૂલોની કલાકૃતિ, સંગીત અને ગુલાબની પાંખડીઓથી ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. તેમના પરિવારજનો દ્વારા તેમના જીવનના મહત્વના પ્રસંગો દર્શાવતી વર્ષની થીમ આધારિત રંગોળી બનાવવામાં આવી હતી. શાળાના સાથી શિક્ષકોએ ભાનુબેન પ્રત્યેની લાગણીઓ દર્શાવતો ખેસ અને તેમની વિવિધ કામગીરીના ફોટાવાળા આકર્ષક બુકેથી તેમનું અભિવાદન કર્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં મહેમાનો, શાળાના દાતાઓ, વિવિધ શાળાના આચાર્યો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, ગ્રામજનો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભાનુબેનના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકોએ નિવૃત્ત થનાર ભાનુબેનને શ્રીફળ, મીઠાઈ, સાડી, પર્સ, સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કર્યા હતા. ભાનુબેન દ્વારા શાળાને જરૂરી સાઉન્ડ સિસ્ટમ ભેટ આપવામાં આવી હતી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનોએ ભાનુબેન સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. પરિવારજનો દ્વારા કેક કાપીને આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યો હતો. આ ઇનોવેટિવ વિદાય સમારંભમાં વિદાયગીતને બદલે શાળાના શિક્ષિકા જીજ્ઞાબહેન કે. પટેલ દ્વારા ભાનુબેનને શુભેચ્છા અને કૃતજ્ઞતા અર્પણ કરતું સ્વ-નિર્મિત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શાળાના તમામ શિક્ષકોએ આ ગીત પર અભિનય સાથે ભાવ વંદના દ્વારા કૃતજ્ઞતા અદભૂત રીતે વ્યક્ત કરી હતી. શાળાના આચાર્ય ઘનશ્યામભાઈએ ભાનુબેન સાથેના પોતાના અનુભવો વર્ણવતા તેમના મમત્વ અને માતૃત્વના સ્વભાવની પ્રશંસા કરી હતી. તેમની કાર્યનિષ્ઠા અને ચોકસાઈની સૌએ નોંધ લીધી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રીતિ ભોજન લીધું હતું. શાળાના તમામ શિક્ષકોએ ટીમવર્કથી આ સુંદર આયોજન કર્યું હતું, અને કાર્યક્રમનું સંચાલન શિક્ષક પિયુષકુમાર એમ. પટેલે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશન, ગ્રેટ વેવ ટ્રસ્ટ દ્વારા બે શાળાને લાઇબ્રેરી:અમદાવાદના નવાપુર, પીંપણની શાળાઓને 325 બાળ સાહિત્ય પુસ્તકો ભેટ
    Next Article
    આગામી 48 કલાક અસહ્ય ગરમીમાં શેકાવું પડશે:પવનની દિશા બદલાતા તાપમાન 3 ડિગ્રી ઘટશે, મે મહિનામાં સામાન્ય કરતાં વધુ રહેશે; 7 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment