Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યની 4,700 સરકારી પ્રા. શાળાઓમાં હવે LBD લેબ બનશે:વિદ્યાર્થીઓને ડિજિટલ લર્નિંગનો લાભ મળશે, લેબની સ્થાપના, જાળવણી અને શિક્ષકોની તાલીમની કામગીરી શરૂ

    12 hours ago

    રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર શિક્ષા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની અંદાજે 4,700 સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં 'Design, Installation and Maintenance of Educational Lab (LBD Lab)' સ્થાપિત કરવામાં આવશે. આ માટે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સત્તાવાર સૂચનાઓ પાઠવવામાં આવી છે. TCIL શિક્ષકોને તાલીમ આપવાની કામગીરી કરશે સૂચના મુજબ Telecommunications Consultants India Limited (TCIL), નવી દિલ્હી દ્વારા પસંદ કરાયેલી એજન્સી શાળાઓમાં LBD Labની સ્થાપના, જરૂરી સાધનોની ઉપલબ્ધતા, જાળવણી તેમજ શિક્ષકોને તાલીમ આપવાની કામગીરી કરશે. લેબની કામગીરી માટે સંબંધિત શાળાઓએ એજન્સીને સંપૂર્ણ સહકાર આપવા પણ જણાવાયું છે. તમામ સાધનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી શાળાની લેબ શરૂ થાય તે પહેલાં શાળાઓમાં જરૂરી રૂમ ઉપલબ્ધ કરાવવા, વીજળી અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધાઓ કાર્યરત રાખવા તેમજ તમામ સાધનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી શાળાની રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓને લેબનો અસરકારક ઉપયોગ કરાવી શકાય તે માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવશે અને તેના આધારે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. લેબ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓનલાઈન ટ્રેનિંગ જેવી સુવિધાઓ આ ઉપરાંત લેબ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓનલાઈન ટ્રેનિંગ, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી શૈક્ષણિક સામગ્રી, વીડિયો કન્ટેન્ટ અને QR આધારિત માર્ગદર્શિકા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ સરકારી શાળાઓમાં અભ્યાસને વધુ પ્રયોગાત્મક, ટેક્નોલોજી આધારિત અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું:અશ્વપાલકોનું સમર્થન, ‘આંદોલન પાર્ટ-3’ અને વીજપોલ કાપી નાખવાની ચીમકી; ખેડૂતો આરપારની લડાઈ લડવાના મૂડમાં
    Next Article
    એક વર્ષ પહેલાં લીધેલું AC બોમ્બની જેમ ફાટ્યું:વી.કે. વાડી રોડ પર આવેલી શક્તિ નગર સોસાયટીમાં એસી બ્લાસ્ટ થતાં ઘરની તમામ ઘરવખરી બળી ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment