Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં:જિલ્લામાં 469 ટીમો ઉતારી, ગામો-શહેરોમાં ઘરે-ઘરે સર્વે અને આરોગ્ય ચકાસણી હાથ ધરાઈ

    1 week ago

    ગુજરાતભરમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે. બનાસકાંઠા જિલ્લામાં, જ્યાં ભૂતકાળમાં આ વાયરસના કેસો અને મૃત્યુ નોંધાયા હતા, ત્યાં આરોગ્ય વિભાગે આગોતરા પગલાં શરૂ કર્યા છે. જિલ્લામાં 469 ટીમો દ્વારા ગામો અને શહેરોમાં ઘરે-ઘરે સર્વે અને આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. બે વર્ષ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોત થયા હતા. જેને ધ્યાનમાં રાખીને, ભૂતકાળમાં ચાંદીપુરાના કેસો નોંધાયા હોય તેવા તમામ ગામોમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. કાચા ઘરોમાં મેલેથિયોનનું ડસ્ટિંગ પણ કરાવવામાં આવ્યું છે. આ રોગથી પ્રભાવિત થઈ શકે તેવા નબળા પરિવારોને ચાંદીપુરા વાયરસ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. ચોમાસાની ઋતુને કારણે માત્ર ચાંદીપુરા જ નહીં, પરંતુ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા અન્ય વાહકજન્ય રોગો માટે પણ દૈનિક ધોરણે સર્વેલન્સ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી માટે જિલ્લામાં દૈનિક ધોરણે 469 ટીમો કાર્યરત છે અને તેનું નિયમિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને 10 તારીખથી ચાંદીપુરા એન્કેફેલાઈટીસ પર સઘન ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હાલ જિલ્લામાં તાવ સાથે બેભાન અવસ્થાના કોઈ નવા કેસો નોંધાયા નથી.
    Click here to Read More
    Previous Article
    ભારત પર 100% ટેરિફ લગાવી શકે છે અમેરિકા:રશિયન ઓઇલ ખરીદનારા દેશો પર કાર્યવાહીની તૈયારી; સંસદમાં બિલ રજૂ, 5 દેશો ટાર્ગેટ પર
    Next Article
    મોરબીમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી:અષાઢી બીજ પૂર્વે વરસાદી ઝાપટાં, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment