Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    46.85 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે શખ્સ ઝડપાયો:રૂ.5 લાખની મગફળી MP પહોંચાડવાને બદલે સાવરકુંડલા ઉતારી છેતરપિંડી, બેફામ કાર ચાલકે 4 બાઇકને હડફેટે લીધા

    1 day ago

    રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ સામેથી એન્ટી નાર્કોટિક્સ વિંગ દ્વારા 46.85 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગૂનો નોંધવામાં આવ્યો છે અને આ જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને કોને પહોચાડવાનો હતો તે અંગે પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત રૂ.5 લાખની મગફળી MP પહોંચાડવાને બદલે સાવરકુંડલા ઉતારી છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે તો બેફામ કાર ચાલકે પાર્કિંગમાં રહેલા 4 બાઇકને હડફેટે લીધા હોવાની ઘટના બની છે. રાજકોટ શહેરમાં ડ્રગ્સના વેચાણ અને સેવન સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “Say No to Drugs” અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટિક્સ વિંગે કાર્યવાહી કરી છે. તા.3 ઓક્ટોબરના રાજકોટના જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગ સામે કાચા રસ્તા ઉપર એક શખ્સ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે હોવાની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શખ્સ પાસેથી 46.85 ગ્રામ મેફેડ્રોન મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આરોપી અર્જુન ઉર્ફે અનમોલ મેરામભાઈ કોઠીવાર(ઉં.વ.28, રહે. રાજકોટ)ને ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ.1,40,550 ના મેફેડ્રોન ઉપરાંત મોબાઈલ, ટુ વ્હીલર, રોકડ રૂપિયા અને આધારકાર્ડ મળી કુલ રૂ.2,31,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મગફળીનું ટ્રેલર શાજાપુર મોકલવાના બદલે વેરાવળ ઉતારી ₹5 લાખની છેતરપિંડી રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડ ખાતેથી મગફળી મોકલવાના નામે રૂ.5,00,219ની કિંમતની મગફળીની 254 બોરીઓની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.ઘટનાની મળતી વિગતો અનુસાર, મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા સોહેબ અકબર ખાન નામના વેપારી સાથે એક અજાણ્યા શખ્સે 'બ્લેકબક' એપ્લિકેશન મારફતે સંપર્ક કર્યો હતો. આરોપીએ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાંથી 254 બોરી મગફળી ભરીને શાજાપુર (મધ્યપ્રદેશ) પહોંચાડી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.પરંતુ મગફળી શાજાપુર મોકલવાના બદલે અજાણ્યા શખ્સે સાવરકુંડલાથી આગળ વેરાવળ મહાકાળી હોટલ ટોલનાકા પાસે ત્રણ બોલેરો ગાડીઓ બોલાવીને મગફળીનો જથ્થો ઉતારી લીધો હતો અને વેપારી સાથે છેતરપિંડી આચરી હતી.આ મામલે વેપારીની ફરિયાદના આધારે બી ડીવીઝન પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ BNSની કલમ 318(4) મુજબ છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોરીના ગુન્હામાં છેલ્લા 10 માસથી નાસતો-ફરતો આરોપી પકડાયો રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના ગુન્હામાં છેલ્લા 10 મહિનાથી નાસતા-ફરતા આરોપીને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે ભંગારની મજૂરી કામ કરતા 35 વર્ષીય શૈલેષ કાળુ સલાટને ઝડપી પાડ્યો છે. આરોપી સામે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગૂનો નોંધાયો હતો. જેમાં તે છેલ્લા 10 મહિનાથી નાસતો-ફરતો હતો. પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રતિબંધિત ઈ સિગારેટ વેપ ડિવાઇસ સાથે વેપારી ઝડપાયો રાજકોટ શહેરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ અને વેપિંગ ડિવાઇસના વેચાણ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત FUNKY REPUBLIC DISPOSABLE POD DEVICE FI 3000 સહિત કુલ 12 ઈ-સિગારેટ વૅપ ડિવાઇસ મળી આવતા એક વેપારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પોલીસની વિગતો મુજબ, માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચનાથ કોમ્પ્લેક્સ ખાતે ડ્રીમ પોઈન્ટમાંથી વેપારી અશોકભાઈ કેસરીયા (ઉં.વ. 40) ને ઝડપી પાડ્યો હતો અને પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરવા માટે રાખવામાં આવેલા અલગ-અલગ ફ્લેવરના 12 ડિસ્પોઝેબલ પોડ ડિવાઇસ મળી આવ્યા હતા. જેની કુલ કિંમત આશરે રૂ.12,000 હોવાનું સામે આવ્યું છે.ભારત સરકાર દ્વારા ઈ-સિગારેટના ઉત્પાદન, વેચાણ, આયાત-નિકાસ તથા વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરતા આરોપી સામે પ્રોહીબિશન ઓફ ઈ સિગારેટ એક્ટ, 2019 તથા સંબંધિત કાયદાની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રૈયા રોડ પર બેફામ કારચાલકે પાર્ક કરેલી ચાર બાઇકને અડફેટે લેતા રૂ.1.90 લાખનું નુકસાન રાજકોટના રૈયા રોડ ઉપર કલ્યાણ સ્કૂલ પાસે બેફામ અને ગફલતભરી રીતે કાર ચલાવી રહેલા ચાલકે પાર્ક 4 બાઇકોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ચાર બાઇકોને નુકસાન થતાં કુલ અંદાજે રૂ.1.90 લાખનું નુકસાન થયું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.ગાંધીગ્રામ એસ.કે. ચોક નજીક રહેતા સતીપાલભાઈ મનુભાઈ ચુડાસમાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.3 ઓક્ટોબરના સવારે આશરે 8 વાગ્યાના અરસામાં કલ્યાણ સ્કૂલ-રૈયા રોડ પર ફરિયાદીના પુત્ર સહિત અન્ય વિદ્યાર્થીઓની બાઇકો પાર્ક કરેલી હતી.તે દરમિયાન GJ-01-WK-2548 નંબરની ફોરવ્હીલ કારના ચાલકે પોતાની કાર ગફલતભરી અને બેફામ રીતે ચલાવી પાર્ક કરેલી બાઇકોને અડફેટે લીધી હતી. અકસ્માતમાં GJ-03-HJ-9999 નંબરની જ્યુપિટરને રૂ.25 હજાર, GJ-03-PH-8777ને રૂ.45 હજાર, GJ-03-QE-8811ને રૂ.1 લાખ અને અન્ય એક બાઇકને આશરે રૂ.20 હજારનું નુકસાન થયું હતું.આ મામલે ગાંધીગ્રામ પોલીસે કારચાલક સામે BNS - 2023ની કલમ 281 તથા એમ.વી. એક્ટની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મકાનનો દરવાજો ખૂલ્લો રાખી સૂતા ને' તસ્કરો રૂ.17 હજાર ચોરી ગયા રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં મકાનનો દરવાજો ખુલ્લો રાખીને સૂઈ ગયેલા પરિવારને તસ્કરે નિશાન બનાવ્યો હતો. રૈયારોડ પર શેલેષભાઈના મકાનમાં રહેતા અને પાણીપુરીનો વ્યવસાય કરતા પીકેશ સીતારામ કુશવાહના મકાનમાં ચોરી થઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ, તા. 2 ઓક્ટોબરની રાત્રે એક વાગ્યાથી બીજા દિવસે સવારે સાડા ચાર વાગ્યા દરમિયાન ફરિયાદી તથા તેમની પત્ની ઘરના દરવાજા ખુલ્લા રાખીને સૂતા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં પ્રવેશ્યો હતો અને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલા ₹17,000 રોકડા, જેમાં અલગ-અલગ દરની નોટો હતી, ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલે બી.એન.એસ. કલમ 331(4), 305 મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રૈયા રોડ પર બિનવારસુ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો રાજકોટના રૈયા રોડ પર અંકલેશ્વર મહાદેવ મંદિર પાસે જાહેર રોડ પર પાર્ક કરેલી એક સ્વીફ્ટ કારમાંથી ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂની 1,036 બોટલ કબજે કરી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે રેડ પાડતા મારુતિ સુઝુકી સ્વીફ્ટ કાર (નં.GJ-01-WD-8294)માંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1036 બોટલો (કિંમત ₹2,52,468) તથા ₹3 લાખની કાર મળી કુલ ₹5,52,468નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં કલેકટર સહિત અધિકારીઓએ મહાસફાઈ અભિયાન ચલાવ્યું:190થી વધુ કચેરીઓની ટીમોએ 2 કલાક શ્રમદાન કરી રસ્તા ચોખ્ખા કર્યા, ભંગાર વાહનો હટાવાયા
    Next Article
    મહાત્મા ગાંધીના ફોટો સાથે અશ્લીલ રીલ બનાવનાર સિમરન પટેલ ઝડપાઈ:લાઈક-ફોલોઅર્સ વધારવામાં ભાન ભૂલી, ઈન્સ્ટાના બાયોમાં લખ્યું છે- 'બાળકો અને સંસ્કારી લોકો દૂર રહે'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment