Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાત્મા ગાંધીના ફોટો સાથે અશ્લીલ રીલ બનાવનાર સિમરન પટેલ ઝડપાઈ:લાઈક-ફોલોઅર્સ વધારવામાં ભાન ભૂલી, ઈન્સ્ટાના બાયોમાં લખ્યું છે- 'બાળકો અને સંસ્કારી લોકો દૂર રહે'

    1 day ago

    ગાંધી જયંતીના એક દિવસ પહેલા મહાત્મા ગાંધીના ફોટો સાથેની ચલણી નોટ લઈ અશ્લીલ રીલ બનાવનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર સિમરન પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. સિમરન પટેલે ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર બતાવી અપમાનજનક શબ્દો સાથે વીડિયો બનાવ્યો'તો. જે વાઈરલ થતા એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ સુરત પોલીસે સિમરનની ધરપકડ કરી છે. સિમરન ઈન્સ્ટાગ્રામ પર 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે. ઈન્સ્ટાના બાયોમાં જ લખ્યું છે કે, બાળકો અને સંસ્કારી દૂર રહે. 500 રૂપિયાની નોટ સાથે બિભત્સ હાવભાવ કરી રીલ બનાવી હતી સિમરન પટેલે 1 ઓક્ટોબરના રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વાંધાજનક રીલ/વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં ભારતીય ચલણની રૂ. 500ની નોટમાં રહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટોને બિભત્સ રીતે દર્શાવી, તેને જાતીય સંદર્ભ ધરાવતા અપમાનજનક નિવેદનો અને શારીરિક હાવભાવ સાથે જોડી લોકોની લાગણી દુભાય તેવું કૃત્ય કર્યું. જાહેર પ્લેટફોર્મ પર આ વીડિયો વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવતા IT એક્ટ હેઠળ ગુનો દાખલ જાહેર પ્લેટફોર્મ પર રાષ્ટ્રપિતાનું અપમાન કરતો વીડિયો વાઇરલ થયા બાદ એક જાગૃત નાગરિક દ્વારા સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એમેન્ડમેન્ટ એક્ટ-2008ની કલમ-67 મુજબ ગુનોદાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. સાયબર ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે મહિલાને દબોચી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના ડેટા અને ટેકનિકલ કડીઓના આધારે પોલીસે આરોપી મહિલા સિમરન અમિત પટેલ (ઉં.વ. 47, રહે. સુરતી આઇકોન, અડાજણ, પાલનપુર ગામ, સુરત)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસની અપીલ: લાઈક્સ-ફોલોઅર્સ માટે કાયદો હાથમાં ન લો સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે શહેરીજનોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર લાઈક્સ કે ફોલોઅર્સ મેળવવા માટે કોઈપણ રાષ્ટ્રીય મહાપુરુષો, ધાર્મિક કે સામાજિક પ્રતીકો અંગે અશ્લીલ, વાંધાજનક કે અપમાનજનક પોસ્ટ બનાવવી નહીં. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચોઃ કીર્તિ પટેલની ધરપકડ, પોલીસ સ્ટેશન માથે લીધુ અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં ફરી એકવાર કાયદાનો સકંજો કસાયો. સોશિયલ મીડિયા પર પરિવારની બદનક્ષી કરવા અને ધમકી આપવાના ગુનામાં પુણા પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપડક કરી છે. ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે કીર્તિ પટેલ તથા ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ કેસમાં આજે (30 જુલાઈ) પોલીસે કીર્તિ પટેલને દબોચી સુરત લાવી હતી. પોલીસ સ્ટેશન બહાર કીર્તિએ ભારે હોબાળો કરતા ધક્કામારીને સ્ટેશનમાં લઈ જવી પડી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    46.85 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે શખ્સ ઝડપાયો:રૂ.5 લાખની મગફળી MP પહોંચાડવાને બદલે સાવરકુંડલા ઉતારી છેતરપિંડી, બેફામ કાર ચાલકે 4 બાઇકને હડફેટે લીધા
    Next Article
    પતિની હિન્દી સાંભળીને આશ્ચર્યચકિત થઈ રશ્મિકા મંદાના:વિજય દેવરકોંડાએ કહ્યું- ‘અનિવાર્ય કારણ’, તો બોલી- ‘બેબી, આ ક્યાંથી આવી રહ્યું છે?’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment