Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કલેકટર સહિત અધિકારીઓએ મહાસફાઈ અભિયાન ચલાવ્યું:190થી વધુ કચેરીઓની ટીમોએ 2 કલાક શ્રમદાન કરી રસ્તા ચોખ્ખા કર્યા, ભંગાર વાહનો હટાવાયા

    1 day ago

    વલસાડ જિલ્લામાં રવિવારે સ્વચ્છતા માટે મહાસફાઈ અભિયાન ચલાવાયું. 190થી વધુ સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ આમાં જોડાયા. સવારે 8થી 10 વાગ્યા સુધી 2 કલાક ચાલેલા અભિયાનમાં મુખ્ય રસ્તાઓ, જાહેર જગ્યાઓ અને બજાર વિસ્તારોમાં સફાઈ કરાઈ. કલેકટર નીતિન સાંગવાનના નેતૃત્વમાં આ અભિયાન થયું. કલેકટર ટીમે લીલાપોરથી છીપવાડ રોડ સુધી સફાઈ કરી. ડીડીઓ અતિરાગ ચપલોતની ટીમે લીલાપોર સર્કલથી ઔરંગા નદી પુલ સુધી કામ કર્યું. એસપી યુવરાજસિંહ જાડેજાની ટીમે બસ સ્ટેશનથી આરપીએફ ગ્રાઉન્ડ સુધી સફાઈ કરી. અભિયાન દરમિયાન રસ્તા પરથી જૂનો સામાન, ભંગાર વાહનો અને દબાણો હટાવવામાં આવ્યા. પાન-માવાના ગલ્લાવાળા, દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓને કચરો ન ફેંકવા સૂચના અપાઈ. જાહેરમાં કચરો ફેંકવા કે થૂંકવા પર દંડની ચેતવણી પણ અપાઈ. વલસાડ શહેર ઉપરાંત ઉમરગામ, પારડી, ધરમપુર નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સફાઈ અભિયાન થયું. તંત્રએ લોકોને કચરો કચરાપેટીમાં નાખી વિસ્તારને સ્વચ્છ રાખવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    અતુલમાં વૈષ્ણવ સમાજ દ્વારા રસ ગરબા મહોત્સવ યોજાયો:નવરાત્રિ પૂર્વે મહિલા પાંખે ગરબા સ્પર્ધાનું આયોજન કર્યું, ખેલૈયાઓએ ભાગ લીધો
    Next Article
    46.85 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે શખ્સ ઝડપાયો:રૂ.5 લાખની મગફળી MP પહોંચાડવાને બદલે સાવરકુંડલા ઉતારી છેતરપિંડી, બેફામ કાર ચાલકે 4 બાઇકને હડફેટે લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment