Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદકી કરનારાઓ સામે પાલિકાની તવાઈ:સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી દોઢ મહિનામાં રૂ.46.84 લાખનો દંડ વસૂલાયો, 162 એકમો સીલ

    6 घंटे पहले

    વડોદરા શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને જાહેર સ્થળોએ સ્વચ્છતાના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમો દ્વારા નિયમિત સફાઈ કામગીરીની સાથે વિશેષ ચેકિંગ, નાઈટ ડ્રાઈવ અને સર્વેલન્સ હાથ ધરીને ઓક્ટોબરથી નવેમ્બરના મધ્ય સુધીના દોઢ મહિનાના સમયગાળામાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી કુલ રૂ.46.84 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 162 જેટલા વાણિજ્યિક એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે. નિયમોનો ભંગ કરનારા એકમો સામે દંડનીય કાર્યવાહી મહાનગરપાલિકાની કાર્યવાહી અનુસાર ઓક્ટોમ્બર મહિનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ અને વાણિજ્યિક એકમો પાસેથી રૂ.37.89 લાખનો દંડ વસૂલીને 152 એકમો સીલ કરાયા હતા. ત્યારબાદ તા. 01/11 થી તા. 16/11 દરમિયાન પણ કાર્યવાહી યથાવત્ રાખીને વધુ રૂ. 8.95 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 10 વાણિજ્યિક એકમોને સીલ કરવામાં આવ્યા હતા. વોર્ડ કક્ષાએ હાથ ધરાયેલી આ દંડનીય કાર્યવાહીમાં વોર્ડ નં. 01 દ્વારા સૌથી વધુ દંડની વસૂલાત કરવામાં આવી છે. આ સમગ્ર ઝુંબેશ દરમિયાન જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારા, અનધિકૃત રીતે બાંધકામ અને ડિમોલિશન (CD) વેસ્ટ ઠાલવનારા, વિશ્વામિત્રી નદીમાં ડેબ્રિસનો નિકાલ કરનારા તેમજ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરનારા તત્ત્વો સામે પ્રવર્તમાન નિયમો અને જોગવાઈઓ મુજબ કડક દંડનીય પગલાં લેવાયા હતા. શહેરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વોર્ડ કક્ષાની સેનેટેશન ટીમો દ્વારા આગામી દિવસોમાં પણ નિયમિત નાઈટ ડ્રાઈવ, સર્વેલન્સ અને સ્થળ તપાસની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે અને નિયમ ભંગ કરનારા વ્યક્તિઓ તથા એકમો સામે દંડ વસૂલાત અને સીલિંગ સહિતની કડક કાયદેસરની કાર્યવાહી કરાશે. આ સાથે જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો, વેપારીઓ અને વાણિજ્યિક એકમોના સંચાલકોને જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, નદી કે જાહેર સ્થળોએ કચરો-ડેબ્રિસ ન ઠાલવવા અને ઘન કચરાનો નિયમોનુસાર યોગ્ય નિકાલ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો:રાજકોટમાં સોની વેપારીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, છૂટાછેડા બાદ 3 મહિના પહેલા જ બીજા લગ્ન થયા હતા
    Next Article
    કારમાં આગ લાગતા અફરાતફરી, VIDEO:સુસેન સર્કલ પાસે ચાલુ CNG કારમાં આગ, ડ્રાઇવરની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment