Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારમાં આગ લાગતા અફરાતફરી, VIDEO:સુસેન સર્કલ પાસે ચાલુ CNG કારમાં આગ, ડ્રાઇવરની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

    6 घंटे पहले

    વડોદરા શહેરના સુસેન સર્કલ નજીક આજે એક ચાલુ CNG કારમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, કારચાલકે સમયસૂચકતા દાખવીને તાત્કાલિક કાર સાઈડમાં ઊભી રાખી દેતા કારમાં સવાર ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ડ્રાઈવરની સમયસૂચક્તાના કારણે 3 મુસાફરોનો બચાવ મળતી વિગતો અનુસાર, રેપિડો (Rapido) રાઇડ ચલાવતો એક ચાલક ત્રણ પેસેન્જરોને લઈને તરસાલીથી ગોત્રી તરફ જઈ રહ્યો હતો. કાર અંદાજે ત્રણ કિલોમીટર જેટલી ચાલ્યા બાદ સુસેન સર્કલ પાસે પહોંચી ત્યારે 'ડટસન ગો' (Datsun GO) CNG કારમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા પારખી ગયેલા ચાલકે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના કારને રોડની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને તમામ પેસેન્જરોને તાત્કાલિક સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. ગણતરીની મિનિટોમાં આગ વિકરાળ બની જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના અંગે ચાલક મિલનભાઈએ જણાવ્યું હતું કે, હું રેપિડો રાઇડર તરીકે કામ કરું છું. આ કાર મેં થોડાક સમય પહેલા જ ખરીદી છે. કાર CNG અને પેટ્રોલ છે. આજે મેં 80થી 90 કિમી કાર ચલાવી હતી જો કે તરસાલીથી પેસેન્જર લઈને ગોત્રી તરફ જતો હતો ત્યારે અચાનક ચાલુ કારમાં આગળના બોનેટના ભાગમાં ધુમાડો દેખાતા કાર સાઈડ કરી હતી અને અમે ઉતારી ગયા હતા. જો કે આગ જોત જોતામાં લાગી જતા ફાયરને જાણ કરી હતી. કારને આગળના ભાગમાં મોટું નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    ગંદકી કરનારાઓ સામે પાલિકાની તવાઈ:સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી દોઢ મહિનામાં રૂ.46.84 લાખનો દંડ વસૂલાયો, 162 એકમો સીલ
    Next Article
    Gir Somnath News | સૌની યોજનાથી ડેમ ભરવા ત્રણ માર્ગોનો સર્વે । Narmada Dam | Water | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment