Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભદ્રકાળી -પીજીવીસીએલ‎કચેરી ખાતેના ફાટક પર ઓવરબ્રિજ બનશે‎:મનપા દ્વારા રૂ.46.76 કરોડના ખર્ચે Y શેપમાં ઓવરબ્રિજ બનાવવા માટે રેલવે વિભાગને દરખાસ્ત કરાઈ

    17 hours ago

    પોરબંદરમાં ફાટક બંધ રહેવાની વર્ષો જૂની, સળગતી અને શિરદર્દ સમાન સમસ્યાનો અંત લાવવા માટે મનપા તંત્ર દ્વારા આયોજન કરાયું છે. શહેરમાં ભદ્રકાળી ફાટક અને પીજીવીસીએલ કચેરી પાસેના ફાટક પર વારંવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે આગામી બે વર્ષમાં ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ માટે મનપા દ્વારા રૂ. 46.76 કરોડના ખર્ચે Y (વાય) શેપમાં ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત રેલવે વિભાગના ભાવનગર ડિવિઝનને મોકલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, ભદ્રકાળી અને પીજીવીસીએલ ફાટક પર છાસવારે ટ્રેનનું શન્ટિંગ થવાને કારણે ફાટક વારંવાર બંધ રાખવું પડે છે. ફાટક બંધ થતાં જ જાણે આખું શહેર બે ભાગમાં વહેંચાઈ જાય છે અને બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી જાય છે. પીક અવર્સમાં આ ટ્રાફિક જામના કારણે વાહનચાલકો, નોકરિયાતો અને ઈમરજન્સી સેવાઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સળગતી સમસ્યાના કાયમી ઉકેલ માટે મનપા દ્વારા આ પ્રોજેક્ટને આખરી ઓપ આપતા પહેલાં તમામ પાસાઓ પર ઝીણવટભર્યો સર્વે કરવામાં આવ્યો હતો. બ્રિજ બનાવવા માટે આસપાસની જમીનની યોગ્યતા તપાસવામાં આવી હતી તેમજ ફાટક પરથી રોજના કેટલા વાહનો પસાર થાય છે અને કયા સમયે ટ્રાફિક વધુ રહે છે, તેનું સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આ તમામ ડેટાના આધારે એન્જિનિયરો દ્વારા કનેક્ટિવિટી સરળ બને તે રીતે ખાસ Y શેપનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. તંત્રના જણાવ્યા મુજબ, આગામી 2 વર્ષના સમયગાળામાં પ્રક્રિયા અને ઓવરબ્રિજ નિર્માણનું કામ પૂર્ણ કરી દેવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. મંજૂરી બાદ જમીન સંપાદન અને કામગીરીનું આયોજન હાલ મનપા દ્વારા રેલવેના ભાવનગર ડિવિઝનને દરખાસ્ત મોકલાઈ છે, જે હવે મંજૂરી માટે સરકારને મોકલવામાં આવશે. દરખાસ્ત મંજૂર થયા બાદ તબક્કાવાર કામો હાથ ધરાશે જેમાં બ્રિજના પિલર અને એપ્રોચ રોડ માટે જરૂરી જમીન સંપાદિત કરાશે અને બાદ યુટિલિટી શિફ્ટિંગ એટલેકે નડતરરૂપ પાણીની લાઈનો, ગટર લાઈનો અને વીજળીના થાંભલાઓ ક્લિયર કરવામાં આવશે. ત્યાર બાદ અંતિમ એસ્ટિમેટને મંજૂરી આપીને ટેન્ડર જાહેર કરી કામ સોંપવામાં આવશે. વાહન ચાલકોને Y શેપમાં ક્યા રસ્તેથી જવા આવવાનું આયોજન ? મનપા તંત્ર દ્વારા Y શેપમાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરીમાં નકશો બનાવ્યો છે જેમાં લીમડાચોક રસ્તેથી વાહન ચાલકોને જયુબેલી સુધી જવાનું થશે અને જયુબેલી ઓવરબ્રિજ થી આવવા માટે રામ ટેકરી રોડ પરથી પસાર થવાનું રહેશે. બંને સાઇડના સ્થાનિકો અને વેપારીઓ માટે સાડા ત્રણ મીટરના સર્વિસ રોડની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રદૂષણમાં પણ આવશે ઘટાડો ફાટક બંધ રહે ત્યારે વાહનોની લાંબી કતારોમાં એન્જિન ચાલુ રહેતાં બિનજરૂરી ઇંધણનો વપરાશ થાય છે અને ધુમાડાથી વાયુ પ્રદૂષણ વધે છે. ઓવરબ્રિજ બન્યા બાદ વાહનોને સતત અવરજવર મળતાં ઇંધણની બચત થશે અને શહેરના પ્રદૂષણના સ્તરમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. ફાટક પર રોજ લોકોના બગડતા કલાકો બચશે ભદ્રકાળી અને પીજીવીસીએલ ફાટક પર ટ્રેનના શન્ટિંગ દરમિયાન વાહનચાલકોને ઘણીવાર 10 થી 20 મિનિટ સુધી રાહ જોવી પડે છે. દિવસમાં અનેક વખત ફાટક બંધ થાય છે. વધુ મુશ્કેલી એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને અન્ય ઇમરજન્સી સેવાઓને પડતી હોય છે. ઓવરબ્રિજ તૈયાર થયા બાદ આ સમય બચશે અને ઇમરજન્સી વાહનોને અવરોધ પડશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ગત ચોમાસે શરૂ થયેલું કામ કાચબા ગતિએ પૂરું થયું‎:પેરેડાઇઝ પાસે બાગમાં શૌચાલય 1 વર્ષે માંડ બન્યું, છતાં તાળાબંધી !
    Next Article
    લોક અદાલતમાં 9,545 કેસનો સમાધાનથી નિકાલ થયો:લોક અદાલતમાં કુલ 13103 કેસનો નિકાલ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment