Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓમ ફેબના રણજીત લુનિયાની 4.65 કરોડની મિલકત જપ્ત:ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ સાથે કરી 10 કરોડની ઠગાઈ, CBI દ્વારા ફરિયાદ બાદ EDની કાર્યવાહી તેજ

    12 hours ago

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસ દ્વારા ઓમ ફેબના રણજીત લુનિયાએ બેંક સાથે કરેલી છેતરપીંડીમાં તેમની જુદી જુદી કંપનીઓની કુલ ₹4.6 કરોડની મિલકતો જપ્ત કરી છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાંથી લેવામાં આવેલી લોનનો ઉપયોગ હોમ લોન ચૂકવવા, સોનાં-ચાંદી ખરીદવા અને અન્ય કામોમાં કરવામાં આવ્યો હતો. બેંકની લોનની રકમ પરત ન ચૂકવતા CBI દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે EDએ તપાસ શરૂ કરી મિલકતો ટાંચમાં લીધી છે. હજુ તપાસમાં ઘણી વિગતો સામે આવે એવી સંભાવના છે. બેંકમાંથી લોન લઈને પરત ચૂકવવાને બદલે અંગત ખર્ચમાં વાપરી નાખ્યા ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ પાસેથી ઓમ ફેબના રણજીત લુનિયાએ ₹9.95 કરોડની ક્રેડિટ લાઇન મંજૂર કરાવી હતી, જે વ્યાજ સાથે વધીને ₹10.9 કરોડ થઈ છે. લુનિયાની ઓમ ફેબ ઉપરાંત બાબા ટેક્સટાઇલ અને લક્ષ્મી ફેબ નામની કંપનીઓ પણ હતી. બેંકમાંથી લોન લઈને લુનિયાએ લોન પરત ચૂકવવાને બદલે આ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા તેમજ સોનાં-ચાંદીની ખરીદી અને હોમ લોનની ભરપાઈ કરવા ઉપયોગ કર્યો હતો. CBIએ ફરિયાદ નોંધી અને EDએ તપાસ શરૂ કરી મિલકતો ટાંચમાં લીધી ફક્ત એટલું જ નહીં લુનિયાએ લોન મેળવવા માટે વેલ્યુઅર મયુર શાહ સહિત અન્ય મળતિયાઓ સાથે મળીને મિલકતોનું વધુ મૂલ્યાંકન દર્શાવી બેંક સાથે છેતરપીંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબત બેંકના ધ્યાનમાં આવતા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી. બાદમાં CBIએ ફરિયાદ નોંધી અને EDએ તપાસ શરૂ કરી મિલકતો ટાંચમાં લીધી છે.અગાઉ EDએ આરોપીઓને ત્યાં દરોડા પાડયાં હતા. આશરે 3.67 કરોડની ચીજવસ્તુ રીકવર થઇ હતી. બે મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી હતી. જોકે, તેની કિંમત 53.50 લાખ રૂપિયા છે પરંતુ, તેની હાલ બજાર કિંમત 4.65 કરોડ છે.
    Click here to Read More
    Previous Article
    'ભાજપના કેમ્પમાં બેઠેલા રામના નકલી ભક્તોએ વડોદરાને બદનામ કર્યું':મેવાણીએ 5 વર્ષના ભ્રષ્ટાચારની ચાર્જશીટ રજૂ કરી; કહ્યું- શહેર 11 વખત પાણીમાં ડૂબ્યું, પીડિતોને ક્યારેય ન્યાય ન મળ્યો
    Next Article
    સામસામે બાઇક અથડાતા ઈજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન મોત:રાજકોટમાંથી પ્રથમ વખત હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર, IPL મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment