Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમદાવાદમાં IPL ફાઈનલમાં વરસાદનું સંકટ, બંગાળમાં મમતાના ભત્રીજા સાથે મારઝુડ; રાજસ્થાનમાં ધોળા દિવસે અંધારું છવાયું

    9 hours ago

    નમસ્તે, પશ્ચિમ બંગાળમાં TMC સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો થયો. બીજી તરફ, કર્ણાટકના નવા મુખ્યમંત્રી ડીકે શિવકુમાર હશે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ રાજસ્થાનના 5 જિલ્લામાં આવેલા રેતાળ વાવાઝોડા વિશે પણ જણાવીશું... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમદાવાદમાં IPL 2026ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાશે. 2. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત કરશે. આ કાર્યક્રમનો 134મો એપિસોડ હશે. 📰 કાલના મોટા સમાચારો 1. મમતાના ભત્રીજા અભિષેક બેનર્જી પર હુમલો:ઇંડા ફેંક્યા, શર્ટ ફાડ્યો, ચોર-ચોરના નારા લગાવ્યા, હેલ્મેટ પહેરાવીને બહાર કાઢવા પડ્યા; TMC કાર્યકરોને મળવા ગયા'તા પશ્ચિમ બંગાળના સોનારપુર દક્ષિણમાં ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી સાથે શનિવારે સાંજે મારઝૂડ થઈ છે. તેઓ અહીં ચૂંટણી હિંસાના પીડિત ટીએમસી કાર્યકરોને મળવા પહોંચ્યા હતા. આરોપ છે કે ત્યાં પહોંચતા જ ભાજપના કાર્યકરોએ તેમને ઘેરી લીધા અને સૂત્રોચ્ચાર કરતા તેમની સાથે મારઝૂડ કરી. લોકોએ તેમના પર પથ્થરો, જૂતા અને ઇંડા ફેંક્યા, તેમનો શર્ટ ફાડી નાખ્યો. અભિષેકને હેલ્મેટ પહેરાવીને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. ડીકે શિવકુમાર કર્ણાટકના 24મા CM હશે:સિદ્ધારમૈયાએ નામ સૂચવ્યું, તેમનો પુત્ર પણ મંત્રી બનશે; રાજ્યને 4 નાયબ મુખ્યમંત્રી પણ મળશે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી માટે ડીકે શિવકુમારનું નામ ફાઇનલ થઈ ગયું છે. બેંગલુરુમાં શનિવારે સાંજે યોજાયેલી કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં કાર્યકારી સીએમ સિદ્ધારમૈયાએ ડીકે શિવકુમારને ધારાસભ્ય દળના નેતા બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. સૂત્રો અનુસાર, સીએમની સાથે કેબિનેટ પણ બદલાશે. વર્તમાન કેબિનેટમાંથી 10 મંત્રીઓને હટાવી શકાય છે. શિવકુમાર કેબિનેટમાં સિદ્ધારમૈયા અને મલ્લિકાર્જુન ખડગેના પુત્રો પણ સામેલ થશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ધોળા દિવસે રાજસ્થાનમાં અંધારું છવાયું:પાકિસ્તાનથી આવેલાં વાવાઝોડાનાં લીધે હવામાન બદલાયું; યુપી-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 48નાં મોત રાજસ્થાનના 4 જિલ્લાઓ ચુરુ, શ્રીગંગાનગર, બિકાનેર અને સીકરમાં શનિવારે બપોરે રેતાળું તોફાન આવ્યું છે. જેના કારણે દિવસ દરમિયાન જ અંધારું છવાઈ ગયું. જોકે, પાકિસ્તાનથી ઉઠેલા તોફાનની અસર રાજસ્થાનના સરહદી જિલ્લાઓ પર થઈ છે. તોફાનના કારણે દિવસ દરમિયાન લોકોને વાહનોની હેડલાઇટ ચાલુ કરવી પડી. તેના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં લોકો ભાગીને ઘરોમાં જતા જોવા મળ્યા અને ઘરોને બંધ કરી દીધા. સ્થાનિક લોકોએ કહ્યું કે આવું રેતાળું તોફાન પહેલા ક્યારેય જોયું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 4. વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં હારી:બોલી- સમગ્ર સિસ્ટમ સામે લડી, કમબેક કરીશ; પ્રતિબંધ બાદ સુપ્રીમ કોર્ટે ટ્રાયલની મંજૂરી આપી હતી ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટ શનિવારે એશિયન ગેમ્સ ટ્રાયલ્સની સેમિફાઈનલ મેચ હારી ગઈ છે. 53 કિલોગ્રામ કેટેગરીમાં સતત બે બાઉટ (મેચ) જીત્યા બાદ જીંદની મીનાક્ષી ગોયતે તેને હરાવી હતી. આ હાર સાથે વિનેશ હવે એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. હાર બાદ વિનેશે જણાવ્યું કે- "હું સમગ્ર સિસ્ટમ સામે લડી રહી હતી. એક તરફ હું એકલી હતી અને બીજી તરફ બાકીના બધા લોકો હતા. હું ફરીથી જોરદાર કમબેક કરીશ." સંપૂર્ણ સમાચાર વાંચો 5. દિલ્હીમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના 9 એજન્ટો ઝડપાયા:હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટકો જપ્ત; ધાર્મિક સ્થળો, સુરક્ષા દળો પર હુમલાનું કાવતરું નિષ્ફળ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હીમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. પોલીસે દાઉદ ઇબ્રાહિમના નેટવર્ક અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને 9 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. તપાસ એજન્સીઓ અનુસાર, આ નેટવર્ક લાંબા સમયથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. તેનો હેતુ દિલ્હીમાં મંત્રાલયો, સુરક્ષા દળો અને મુખ્ય ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનો હતો. પ્રારંભિક તપાસમાં આરોપીઓના તાર પાકિસ્તાન સમર્થિત હેન્ડલર્સ અને મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા મળ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. અમદાવાદમાં IPL ફાઈનલ પર વરસાદનું સંકટ:4 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 50થી 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદમાં આવતીકાલે એટલે 31મેએ યોજાનારી IPL ફાઇનલ મેચ પર પણ વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે અમદાવાદમાં થન્ડર એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેના કારણે ફાઈનલ મેચ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેંગલુરુ અને ગુજરાત વચ્ચે IPL-2026માં ચેમ્પિયન બનવા મુકાબલો રમાશે. રાજ્યભરમાં આજે એટલે કે 30 મેથી 4 જૂન સુધી વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે. કેટલીક જગ્યાએ તો પવનની ઝડપ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 1180 કરોડના કોકેઈન કેસમાં NIAની એન્ટ્રી:ઈન્ટરનેશનલ નાર્કો નેટવર્ક અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ થશે, દરિયામાં કૂદેલા આરોપી પાસે મહત્વની માહિતીની શક્યતા ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા 118 કિલો કોકેઈનના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1180 કરોડ રૂપિયાના કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ તપાસમાં જોડાઈ છે. NIAની એન્ટ્રી સાથે હવે આ કેસ માત્ર ડ્રગ્સ સ્મગલિંગનો નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય નાર્કો સિન્ડિકેટ, વિદેશી કનેક્શન અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ સુધી પહોંચે તેવી શક્યતા વધી ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ મો. કૈફે રાજદીપ બનીને લો સ્ટુડન્ટ સાથે રેપ કર્યો:કાનપુરમાં આરોપીના ડરથી વિદ્યાર્થિનીએ કોલેજ જવાનું છોડ્યું, 1 મહિનાથી ઘરમાં કેદ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ 14 વર્ષના શ્રેયે સ્પેલિંગ બી સ્પર્ધા જીતી:90 સેકન્ડમાં 32 શબ્દો સાચા લખ્યા, સતત પાંચમી વાર ભારતીય મૂળનો વિદ્યાર્થી વિજેતા બન્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ ઓવૈસીએ કહ્યું- નમાઝ અને અઝાનના મુદ્દાઓ જાણીજોઈને ઉઠાવાય છે:લોકોને મોદીના ભાષણોથી નહીં પણ અઝાન-નમાઝથી તકલીફ; ધાર્મિક રેલીઓમાં પણ રસ્તા બંધ થાય છે, પ્રતિબંધ લગાવો (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. બિઝનેસઃ સ્પાઇસજેટને ₹125 કરોડની ટેક્સ નોટિસ મળી:ઘણા મહિનાઓથી રિટર્ન ફાઇલ ન કર્યું, કંપનીનું GST-રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ઈન્ટરનેશનલઃ ટ્રમ્પની દીકરી ટિફનીએ પતિ સાથે તાજમહેલ જોયો:એરપોર્ટથી સીધા પહોંચ્યા, ડાયના બેન્ચ પર ફોટો પડાવ્યો; ગાઈડને સવાલો કર્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. સ્પોર્ટ્સઃ IPL ફાઇનલના બંને કેપ્ટનોનું એનાલિસિસ:રજત સતત બીજી ફાઇનલ રમશે; ગિલની કેપ્ટનશિપમાં ગુજરાત પ્રથમ વખત ખિતાબી મુકાબલામાં (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ 3 વર્ષે આવતી અધિક પૂર્ણિમાએ 2 દુર્લભ યોગનો સંયોગ:આજે અને આવતીકાલે સત્યનારાયણ દેવની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાશે; નદીસ્નાનનું પણ અનેરું મહત્ત્વ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ જુદા જુદા પેપર કપ એકઠા કરવાનો વર્લ્ડ રેકોર્ડ ભારતના 57 વર્ષીય સુનીલ જોસેફે 858 અલગ-અલગ પેપર કપ એકઠા કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમના કપ 31 દેશોમાંથી આવ્યા છે. તેમને બાળપણથી જ પેપર કપ એકઠા કરવાનો શોખ છે. આ પહેલા 2014માં તેમણે 5,986 ફોન કાર્ડના સંગ્રહનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે તેમનો આગામી લક્ષ્ય વેડિંગ કાર્ડ એકઠા કરીને હાલના વિશ્વ રેકોર્ડને તોડવાનો છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. દાઉદ, થરૂરની પત્નીનું મોત... IPL કનેક્શન પર લલિત મોદીનો ઘટસ્ફોટ:GT-RRની મેચમાં રેફરીની મોટી ભૂલ, હાર્દિકને સાઇડલાઇન કરવા પાછળ કોનો રોલ? 2. આજનું એક્સપ્લેનર:પહેલા ઈરાનને તબાહ કર્યું, હવે ટ્રમ્પ ₹29 લાખ કરોડ આપીને ફરી ઊભું કરશે; અમેરિકાને આવી ડીલ શા માટે કરવી પડી રહી છે? 3. ધારની ભોજશાળાના તાર ગુજરાત સાથે જોડાયેલા:જે કમાલ મૌલાના મકબરાનો દાવો હતો તેમનું મૃત્યુ તો અમદાવાદમાં થયું હતું, ASIના રિપોર્ટે ખોલ્યું રહસ્ય 4. નેતાજીએ સંતાઈને હાર પહેરી લીધો:પહેલા જ દિવસે મેયરો રજનીકાંત મોડમાં, જુઓ પાંચ એક્શન, કૉંગ્રેસ કાર્યકરોને પોલીસે પકડી-પકડીને કોકરોચની જેમ જીપમાં ભર્યા ⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:મેષ, ધન અને મીન રાશિ પર ગ્રહોની કૃપા વરસશે, મિથુન અને કન્યા રાશિને નોકરીમાં પ્રગતિ પાક્કી (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    Jammu and Kashmir Hajj pilgrims threaten boycott of return flights over ‘discriminatory’ baggage curbs
    Next Article
    Tragedy of World's Youngest Country #southsudan

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment