Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગત વર્ષે દોડાવેલ 464 ટ્રીપ સામે આ વર્ષે 725 દોડાવી‎:રક્ષાબંધને હિંમતનગર એસટી ડિવિઝને 35 લાખ આવક કરી

    9 hours ago

    રક્ષાબંધન પર્વ નિમિત્તે મુસાફરોની સુવિધા માટે હિંમતનગર એસટી ડિવિઝન દ્વારા તા. 26 થી 30 ઓગસ્ટ દરમિયાન વિશેષ વ્યવસ્થારૂપે વધારાની ટ્રીપોનું આયોજન કરાતાં ડિવિઝનને ગત વર્ષ 2025ની સરખામણીએ આવકમાં 77.21% નો ધરખમ વધારો નોંધાવ્યો હતો. ગત વર્ષ 2025ની રૂ. 20,29,150 ની આવક સામે આ વર્ષે રૂ. 35,95,923 ની આવક થઈ છે. જે રૂ. 15,66,773 એટલે કે 77.21%નો સીધો વધારો દર્શાવે છે. ગત વર્ષે દોડાવેલ 464 ટ્રિપ્સ સામે આ વર્ષે 725 ટ્રિપ્સ દોડાવવામાં આવી હતી. રક્ષાબંધનના પર્વ નિમિતે ગત વર્ષે 26,547 મુસાફરોએ એસ.ટી. બસનો ઉપયોગ કર્યો હતો જેની સામે આ વર્ષે 45,464 મુસાફરોએ સેવાઓનો લાભ લીધો હતો જે 71.26% વધારો દર્શાવે છે. ​ હિંમતનગર ડેપો દ્વારા 119 એક્સ્ટ્રા ટ્રીપ અને 9,419 મુસાફરો સાથે સૌથી વધુ રૂ. 9,13,525 ની આવક મેળવી હતી. ​ બાયડ ડેપોએ 116 ટ્રીપ દોડાવીને રૂ.5,66,885 ની આવક મેળવી હતી, ​મોડાસા ડેપોએ 108 ટ્રીપ મારફતે રૂ. 5,26,853, ​ભિલોડા ડેપોએ 131 ટ્રીપ સાથે રૂ. 4,50,162, ખેડબ્રહ્મા ડેપોએ રૂ. 3.40 લાખ, પ્રાંતિજ ડેપોએ રૂ. 3.06 લાખ, તલોદ ડેપોએ રૂ. 2.48 લાખ, ઈડર ડેપોએ રૂ.1.60 લાખ અને મેઘરજ ડેપોએ રૂ. 81 હજાર આવક મેળવી હતી.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠાના અડધોઅડધ નાગરિકો પર માસિક રૂ. 150નો બોજ વધશે‎:સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાશન દુકાનોથી ખાંડ નહીં મળે
    Next Article
    મધરાતે જન્મોત્સવ બાદ મટકીફોડ:300 વર્ષ જૂના હિંમતનગરના રાધાકૃષ્ણ મંદિરમાં પ્રથમવાર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment