Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે ચોમાસામાં ગટરો બેક નહીં મારે?:ગાંધીનગર જિલ્લામાં ડ્રેઇન અને ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈનું મહાઅભિયાન, એક હજાર લોકોએ 460 બંધ ગટરો સાફ કરી

    9 hours ago

    રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વહીવટી તંત્ર અને જનભાગીદારીથી ડ્રેઇન અને ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે જિલ્લાના ચારેય તાલુકામાં એક હજાર જેટલા લોકોએ જોડાઈને 460 જેટલી ગટરોની સફાઈ કરી દેવાઈ છે. ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ માટે ખાસ ડ્રાઈવ ગાંધીનગરમાં ચોમાસાના આગમન પૂર્વે જળબંબાકારની સ્થિતિ નિવારવા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સ્વચ્છતા સપ્તાહ અભિયાન ભાગરૂપે આજે વિશેષ રૂપે ડ્રેઇન અને ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈ માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ચોમાસામાં રોડ-રસ્તાઓ પર પાણી ભરાવાની અને ગટર બેક મારવાની સમસ્યાને જડમૂળથી ઉખાડવાનો દાવો પણ કરાયો છે. ડ્રેઇન સિસ્ટમ જેસીબી અને સફાઈકર્મીઓની મદદથી ખુલ્લી કરાઈ આ ખાસ ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આવેલી તમામ ખુલ્લી, બંધ તેમજ વરસાદી પાણી વહી જતી નાનીમોટી ગટરોની સંપૂર્ણ સાફસફાઈ કરાવવામાં આવી હતી. અવારનવાર પ્લાસ્ટિક અને ઘન કચરાને કારણે ચોકઅપ થઈ જતી ડ્રેઇન સિસ્ટમને જેસીબી અને સફાઈ કર્મચારીઓની મદદથી ખુલ્લી કરવામાં આવી હતી. વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા નહિવત આ સાથે જ સફાઈ દરમિયાન એકત્ર થયેલા તમામ કચરાને રોડ પર ખુલ્લો છોડવાને બદલે, રોગચાળો ન ફેલાય તે માટે યોગ્ય અને નિયત જગ્યાએ નિકાલ અર્થે તાત્કાલિક ભેગો કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. તંત્રનો દાવો છે કે આ આગોતરા આયોજનથી ભારે વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા નહિવત થઈ જશે. માણસામાં સૌથી વધુ 155 બંધ ગટરોની સફાઈ ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાઓમાં આંકડાકીય વિગતો જોઈએ તો માણસા તાલુકો ગટર સફાઈમાં આ તાલુકો મોખરે રહ્યો છે. અહીં સૌથી વધુ 155 બંધ ગટરોની સફાઈ કરવામાં આવી હતી, જેમાં રેકોર્ડબ્રેક 343 લોકો આ ઝુંબેશનો હિસ્સો બન્યા હતા. જ્યારે ઔદ્યોગિક ગઢ ગણાતા કલોલ વિસ્તારમાં 130 બંધ ગટરો સાફ કરવામાં આવી હતી, જેમાં 210 લોકોએ શ્રમદાન આપ્યું હતું. ગાંધીનગર તાલુકામાં 80 બંધ ગટરોની સફાઈ એજ રીતે દહેગામ તાલુકામાં કુલ 95 બંધ ગટરોની સફાઈ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં 315 જેટલા સ્થાનિક લોકો જોડાયા હતા. ઉપરાંત ગાંધીનગર તાલુકા વિસ્તારોમાં 80 બંધ ગટરોની સફાઈ લોકભાગીદારીથી પૂર્ણ કરાઈ હતી અને આ કાર્યમાં 160 લોકો સહભાગી બન્યા હતા. ગાંધીનગર જિલ્લામાં કુલ 460 બંધ ગટરોની સફાઈ સ્વચ્છતા સપ્તાહના આ ચોથા ચરણમાં ગાંધીનગર જિલ્લામાં કુલ 460 બંધ ગટરોની સફાઈ સપ્તાહ દરમિયાન કરવામાં આવી છે. પાટનગરને સ્વચ્છ અને હરિયાળું રાખવા માટે જિલ્લાના કુલ 1028 જેટલા જાગૃત નાગરિકો અને સરકારી કર્મયોગીઓએ યોગદાન આપ્યું છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તે પહેલાં જ બાકી રહેલા વિસ્તારોને પણ આવરી લેવામાં આવશે જેથી સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છ ગાંધીનગર, સુંદર ગાંધીનગરના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    પ્રેમ સંબંધની શંકાએ પત્નીના પિતારાઈ ભાઈની હત્યા કરનાર ઝડપાયા:પતિએ મિત્ર સાથે મળી વાંસના ફટકા મારી હત્યા કરી હતી, વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યા
    Next Article
    અડાજણના વેપારી સાથે પ્રોપર્ટીના નામે 1.70 કરોડની છેતરપિંડી:ઉધનાના બિલ્ડિર પાસે 70 લાખની ખંડણી માગતા ગુનો દાખલ, બંને કેસમાં સુરત પોલીસ એક્શન મોડમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment