Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમ સંબંધની શંકાએ પત્નીના પિતારાઈ ભાઈની હત્યા કરનાર ઝડપાયા:પતિએ મિત્ર સાથે મળી વાંસના ફટકા મારી હત્યા કરી હતી, વલસાડ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યા

    8 hours ago

    વલસાડ શહેરના ધરમપુર ચોકડી વિસ્તારમાં પ્રેમ સંબંધની શંકાએ એક હત્યાનો બનાવ બન્યો હતો. પતિ ગણેશ રાજપૂત અને તેના મિત્ર વિપુલ વાઘેલાએ પત્નીના પિતરાઈ ભાઈ વિપુલ નાયકની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ ઘટના 9 જૂનની રાત્રે બની હતી. જે મામલે વલસાડ સિટી પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, ધરમપુર ચોકડી નજીક ઝૂંપડામાં રહેતા અને કચરો વીણી ગુજરાન ચલાવતા પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ વિવાદ ચાલતો હતો. આરોપી ગણેશ રાજપૂતને તેની પત્ની અને તેના દૂરના પિતરાઈ ભાઈ વિપુલ નાયક વચ્ચે આડા સંબંધ હોવાની શંકા હતી. આ મુદ્દે અગાઉ પણ અનેક વખત ઝઘડા થયા હોવાનું સામે આવ્યું છે. ગત 9 જૂનની રાત્રે પરિણીતા, તેમના પતિ ગણેશ રાજપૂત અને પિતરાઈ ભાઈ વિપુલ નાયક ઝૂંપડા પાસે હાજર હતા. આ દરમિયાન સંબંધોની શંકાને લઈને ફરી એકવાર બોલાચાલી શરૂ થઈ હતી. વાત ઉગ્ર બનતા ગણેશ રાજપૂત અને તેનો સાથી વિપુલ હીરાભાઈ વાઘેલાએ નજીકમાં પડેલા વાંસના જાડા લાકડાં હાથમાં લઈ વિપુલ નાયક પર હુમલો કર્યો હતો. બંને આરોપીઓએ વિપુલ નાયકને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં આડેધડ ફટકા માર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘવાયો હતો. ભાઈને બચાવવા બહેન વચ્ચે પડતાં હુમલાખોરોએ તેમને પણ લાકડાં વડે માર માર્યો હતો, જેનાથી તેમને પણ ઈજાઓ પહોંચી હતી. ગંભીર હાલતમાં વિપુલ નાયકને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ મોડી રાત્રે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતક વિપુલ નાયક (ઉં.વ. 35) વલસાડ રેલવે બ્રિજ નજીક દડીંગિયા ફળિયામાં રહેતો હતો. પરિણીતાએ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. વલસાડ સિટી પોલીસની ટીમે તપાસ હાથ ધરી મુખ્ય આરોપી ગણેશ રાજપૂત અને તેના સાથી વિપુલ વાઘેલાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીઓ સામે હત્યા અને ઇજા પહોંચાડવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Shatrughan Sinha TMC Split Update: Tmc छोड़ने से शत्रुघ्न सिन्हा का इंकार! | Mamata benerji | Viral
    Next Article
    હવે ચોમાસામાં ગટરો બેક નહીં મારે?:ગાંધીનગર જિલ્લામાં ડ્રેઇન અને ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈનું મહાઅભિયાન, એક હજાર લોકોએ 460 બંધ ગટરો સાફ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment