Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડાજણના વેપારી સાથે પ્રોપર્ટીના નામે 1.70 કરોડની છેતરપિંડી:ઉધનાના બિલ્ડિર પાસે 70 લાખની ખંડણી માગતા ગુનો દાખલ, બંને કેસમાં સુરત પોલીસ એક્શન મોડમાં

    11 hours ago

    શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતા આ બંને બનાવોમાં કરોડો રૂપિયાના વ્યવહારો સંકળાયેલા છે. પ્રથમ ઘટનામાં અડાજણના એક પ્રતિષ્ઠિત વેપારી અને તેમના પરિવારને કોમર્શિયલ પ્રોપર્ટી સસ્તામાં આપવાની લાલચ આપીને એક ભેજાબાજે રૂ. 1.70 કરોડથી વધુની રકમ પડાવી લીધી હતી. જ્યારે બીજી ઘટનામાં ઉધના વિસ્તારના એક બિલ્ડરને સુરત મહાનગરપાલિકાની ખોટી અરજીઓ કરીને બિલ્ડિંગ તોડાવી પાડવાની ધમકી આપી રૂ. 70 લાખની મસમોટી ખંડણી માંગવામાં આવી છે. આ બંને મામલે સુરત પોલીસ સક્રિય થઈ છે અને આર્થિક ગુના નિવારણ શાખા સહિત સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અડાજણના વેપારી સાથે ખેલાયો આર્થિક ખેલ સુરતના પોશ ગણાતા અડાજણ વિસ્તારમાં રહેતા વેપારી રાજેશભાઈ ચંપકલાલ સોપારીવાલા અને તેમના પરિવારજનો એક મોટી છેતરપિંડીનો ભોગ બન્યા છે. આરોપી પિન્કેશકુમાર સુરેશભાઈ પટેલે ફરિયાદી પરિવારને પુણાગામ વિસ્તારમાં આવેલા 'ક્રિએશન પ્લાઝા'માં દુકાન નંબર 111 અને 112 સહિતની પ્રાઇમ કોમર્શિયલ પ્રોપર્ટી વેચાણ આપવાનું વચન આપ્યું હતું. આ સોદો પાકો કરવા માટે આરોપીએ વેપારી પરિવારને જુદી જુદી કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર લઈ જઈને વિઝિટ પણ કરાવી હતી, જેથી કોઈને શંકા ન જાય. પ્રોપર્ટીના બાના પેટે અને વેચાણ દસ્તાવેજના નામે આરોપીએ અલગ-અલગ સમયે કરોડો રૂપિયાની માંગણી કરી હતી. બેંક ટ્રાન્ઝેક્શન અને રોકડા થઈ રૂ. 1.70 કરોડ પડાવ્યા વેપારી રાજેશભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી પિન્કેશ પટેલની વાતોમાં આવીને તેમણે અને તેમના પરિવારના સભ્યોએ કટકે-કટકે મોટી રકમ ચૂકવી હતી. આ વ્યવહારો માત્ર મૌખિક નહોતા, પરંતુ આરોપીએ ઓફિશિયલ બેંક ટ્રાન્ઝેક્શન, રોકડ રકમ તેમજ ડાયરીમાં પોતાના હસ્તાક્ષરમાં લખાણ કરીને કુલ રૂ. 1,70,30,000 ઉઘરાવી લીધા હતા. વેપારી પરિવારને એમ હતું કે ટૂંક સમયમાં જ દુકાનોનો દસ્તાવેજ તેમના નામે થઈ જશે, પરંતુ આરોપીના મનમાં કંઈક જુદો જ પ્લાન ચાલી રહ્યો હતો. દસ્તાવેજ ન કરી આપ્યો અને રૂ. 1.61 કરોડ ઓળવી લીધા લાંબો સમય વીતી જવા છતાં જ્યારે પ્રોપર્ટીનો વેચાણ દસ્તાવેજ ન થયો, ત્યારે રાજેશભાઈએ પોતાની રકમ પરત માંગવાનું શરૂ કર્યું હતું. જોકે, આરોપી પિન્કેશ પટેલે વસૂલ કરેલી કુલ રકમમાંથી રૂ. 1,61,64,900 પરત આપ્યા જ નહીં અને વાયદાઓ કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે આર્થિક રીતે પાયમાલ થયેલા પરિવારે સુરત પોલીસના આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કર્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. છાસિયાએ જણાવ્યું છે કે, આરોપી સામે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધીને બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ્સ અને ડાયરીના લખાણના પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. ઉધનામાં બિલ્ડર સામે બ્લેકમેલિંગનો મામલો આર્થિક છેતરપિંડીના આ મોટા કિસ્સાની વચ્ચે જ સુરતના ઉધના વિસ્તારમાંથી બળજબરીથી પૈસા પડાવવાનો વધુ એક ગંભીર મામલો સામે આવ્યો છે. ઉધનાના અંબર કોલોની, હરીનગર-1 માં રહેતા અને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર અબ્દુલજબ્બાર અબ્દુલમજીદ ચૌહાણે પોતાની જ બિલ્ડિંગના એક રહેવાસી સામે મોરચો માંડ્યો છે. તેમણે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, દિનદયાળ એપાર્ટમેન્ટમાં રહેતો સુરેશ કૃષ્ણા શેટ્ટી નામનો શખ્સ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી તેમને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યો હતો અને બિલ્ડિંગના બાંધકામને ગેરકાયદેસર ગણાવી બ્લેકમેલ કરતો હતો. રૂ.70 લાખ આપો અથવા 4 ફ્લેટ મારા નામે કરો ફરિયાદી બિલ્ડર અબ્દુલજબ્બારના જણાવ્યા અનુસાર, આરોપી સુરેશ શેટ્ટી વારંવાર એવી ધમકી આપતો હતો કે તે સુરત મહાનગરપાલિકા (SMC) માં કન્સ્ટ્રક્શન બાબતે ગેરકાયદેસર બાંધકામની ખોટી અરજીઓ કરશે. આ ધમકીના ઓથા હેઠળ તેણે બિલ્ડર પાસે સેટલમેન્ટના નામે રૂ. 70 લાખની રોકડ રકમની માંગણી કરી હતી. એટલું જ નહીં, તેણે એવો પણ વિકલ્પ આપ્યો હતો કે જો રોકડા પૈસા ન હોય તો એપાર્ટમેન્ટના 4 ફ્લેટ સીધા તેના નામે ટ્રાન્સફર કરી આપવામાં આવે. આ પ્રકારની ખુલ્લેઆમ ખંડણીની માંગણીથી બિલ્ડર ચોંકી ઉઠ્યા હતા. 'તમામ ફ્લેટધારકોને શાંતિથી જીવવા નહીં દઉં' આરોપી સુરેશ શેટ્ટીનો આતંક માત્ર બિલ્ડર પૂરતો સીમિત નહોતો. ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે, જ્યારે બિલ્ડરે તેની ગેરકાયદે માંગણીઓ સંતોષવાનો ઇનકાર કર્યો, ત્યારે આરોપીએ ધમકી આપી હતી કે તે વારંવાર કોર્પોરેશનમાં અરજીઓ કરીને આખું એપાર્ટમેન્ટ તોડાવી નાખશે. આ ઉપરાંત તેણે બિલ્ડિંગમાં રહેતા અન્ય નિર્દોષ ફ્લેટધારકોને પણ શાંતિથી જીવવા નહીં દેવાની અને હેરાન કરવાની ધમકીઓ આપી હતી, જેના કારણે સમગ્ર એપાર્ટમેન્ટના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અંતે કંટાળીને બિલ્ડરે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. બંને કેસમાં સુરત પોલીસ એક્શન મોડમાં સુરતમાં એક જ દિવસમાં પ્રકાશમાં આવેલા આ બંને હાઈ-પ્રોફાઈલ કેસોએ વેપારી આલમ અને બિલ્ડર લોબીમાં ચર્ચા જગાવી છે. અડાજણ પ્રોપર્ટી ફ્રોડમાં પોલીસ આરોપીના આર્થિક સ્ત્રોત અને તેની સાથે જોડાયેલા અન્ય સાગરીતોની કુંડળી ખંખોળી રહી છે. બીજી તરફ, ઉધના પોલીસે બિલ્ડરની ફરિયાદના આધારે ખંડણીખોર સુરેશ શેટ્ટી સામે કાયદાકીય ગાળિયો મજબૂત કર્યો છે. સુરત પોલીસ કમિશનર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરમાં કોઈપણ વેપારી કે બિલ્ડરને ડરાવી-ધમકાવીને આર્થિક નુકસાન પહોંચાડનારા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવવામાં આવશે અને બંને કેસમાં દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    હવે ચોમાસામાં ગટરો બેક નહીં મારે?:ગાંધીનગર જિલ્લામાં ડ્રેઇન અને ડ્રેઇન ટ્રીટમેન્ટ સિસ્ટમની સફાઈનું મહાઅભિયાન, એક હજાર લોકોએ 460 બંધ ગટરો સાફ કરી
    Next Article
    Surat Nasirnagar Demolition LIVE | સુરતમાં થયેલ ડિમોલીશન મામલે ખુલાસો | Bulldozer | SMC | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment