Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    46 હજારથી વધુ ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમ્યા, VIDEO:વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, 'આવી નવ નવ રાત્રિ રે...' અતુલ દાદાએ ગાતા જ થનગનાટ; યુનાઇટેડ વે ગરબાની પ્રિ-નવરાત્રીમાં 4 થીમ

    17 hours ago

    વડોદરા નવરાત્રિ પહેલા જ ગરબાના રંગે રંગાઈ ગયું અને યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ગઈકાલે રાતે(7 સપ્ટેમ્બર) 46,818 ખેલૈયાઓએ એક સાથે ગરબે ઘૂમીને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. અતુલ દાદાએ 'આવી નવ નવ રાત્રિ રે...' ગાતા જ ખૈલેયાઓ માઝા મુકીને ઝૂમી ઉઠ્યા હતાં. આ ઉપરાંત 4 થીમ પર 3 હજાર વિદ્યાર્થીઓ વિશાળ કાપડના ગોળ પોસ્ટર પકડીને ગરબે ઘૂમ્યા હતા. વડનું વૃક્ષ, સ્વચ્છતા સંકલ્પ, નારી શક્તિ અને વિકસિત ભારતનો સમાવેશની થીમ પર ગરબાની ખાસ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. થીમ આધારિત ગરબાનો ડ્રોનથી અદભૂત નજારો સર્જાયો હતો. 4 તસવીરમાં ગરબાનો રોમાંચ નારી શક્તિનો મહિમા રજૂ કરતી પ્રસ્તુતિ વડોદરાની ઓળખ સાથે જોડાયેલા વડના વૃક્ષને કેન્દ્રમાં રાખી ખાસ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગરબાની સાથે સ્વચ્છ વડોદરાનો સંદેશ પણ આપવામાં આવ્યો. નાગરિકો શહેરને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધા અને સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. તો નવરાત્રી એટલે શક્તિની આરાધના. મા શક્તિ સાથે વડોદરાની નારી શક્તિનો મહિમા રજૂ કરતી પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ સાથે જ આવનારા વર્ષોમાં વિકસિત વડોદરા, વિકસિત ગુજરાત અને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ પણ કાર્યક્રમની થીમમાં સામેલ કરવામાં આવી હતી. હેરિટેજની ઓળખને જાળવી રાખવાના સંકલ્પ લેવાયા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, 'વિકસિત વડોદરા, વિકસિત ભારત' સંકલ્પ અભિયાન અંતર્ગત અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ રચ્યો છે. યુનાઇટેડ વેનું ગરબા ગ્રાઉન્ડ દુનિયાનું સૌથી મોટું ગરબા ગ્રાઉન્ડ છે. 30 હજાર લોકોનો રેકોર્ડ થઈ ચૂક્યો છે. આ સાથે સ્વચ્છ ભારત અભિયાન, નારી શક્તિ અને કલાનગરી અને હેરિટેજની ઓળખને જાળવી રાખવાના સંકલ્પ પણ લેવામાં આવી રહ્યા છે. વડોદરાવાસીઓના પ્રેમ અને યુવાનોના ઉત્સાહથી 'વિકસિત ભારત'નો સંકલ્પ ચોક્કસ સાકાર થશે. 'વડોદરાવાસીઓ, અતુલ દાદાના પ્રેમ અને મા અંબેની કૃપાથી આ શક્ય બન્યું' 'મહાનગરપાલિકાના કર્મચારીઓ અને ટીમ જેમણે સખત મહેનત કરી છે, તેમજ વડોદરા મહાનગરના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીં ઉપસ્થિત છે. તેમની હાજરીમાં વડોદરાનો પ્રેમ અને આપણા આંગણે અતુલ દાદા પધાર્યા છે. તેઓ ખાસ અમેરિકા-કેનેડા ટૂરની વચ્ચેથી સીધા વડોદરા આવ્યા છે, જેથી આજના વર્લ્ડ રેકોર્ડનો ઇતિહાસ રચી શકાય. વડોદરાવાસીઓનો પ્રેમ, અતુલ દાદાનો પ્રેમ અને મા અંબેની કૃપાથી આ શક્ય બન્યું છે.' ગિનિસ એડજજ્યુડિકેટરે કહ્યું હતું કે, હું અહીં સૌથી મોટા ગરબાના રેકોર્ડ પ્રયાસનું મૂલ્યાંકન કરવા આવ્યો છું. આ રેકોર્ડ માટે લઘુત્તમ ટાર્ગેટ 30 હાજર લોકોનો હતો. જોકે હજી અમારી પાસે અંતિમ આંકડો આવ્યો નથી, પરંતુ અમે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, 30 હજારનો આંકડો ઘણો મોટા તફાવતથી પાર થઈ ગયો છે. તેથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. હવે હું આ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરાના તમામ નાગરિકોને એનાયત કરું છું. 'ગરબાનો આ ઇવેન્ટ ભવ્ય બન્યો તેથી મને ખૂબ ખુશી' યુનાઈટેડ વે ઓફ બરોડાના ગાયક કલાકાર અતુલ પુરોહિતે કહ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા અને યુનાઇટેડ વે ઓફ વડોદરાના સંયુક્ત પ્રયાસથી યુનાઇટેડ વેના ગ્રાઉન્ડ ઉપર જ ભવ્ય 'વિકસિત ભારત' સંકલ્પ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા ગુજરાતની ઓળખ સમાન વડોદરાના આ અમૂલ્ય અને સાંસ્કૃતિક ગરબા વર્લ્ડ હેરિટેજની યાદીમાં પણ સ્થાન પામ્યા છે. ગરબાનો આ ઇવેન્ટ ભવ્ય બન્યો છે તે બદલ મને ખૂબ ખુશી છે. આ બદલ આપ સૌનો અને દિવ્ય ભાસ્કરનો ખૂબ ખૂબ આભાર. '9 દિવસ માટે અહીં આવીને માનસિક રીતે રિલેક્સ થઈ જવાય' ખેલૈયા અનિલ લેખરાજાનીએ કહ્યું હતું કે, આ 9 દિવસના તહેવાર માટે અમે આખું વર્ષ રાહ જોઈએ છીએ. કામ-ધંધા અને દિનચર્યાના કંટાળામાંથી 9 દિવસ માટે અહીં આવીને માનસિક રીતે રિલેક્સ થઈ જવાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરેન્દ્ર મોદીજીના 25 વર્ષના સેવાકાળની ઉજવણી અને વિકસિત ભારતનો સંદેશ આપવા આ સુંદર આયોજન કરાયું છે. માતાજી સૌને શક્તિ આપે એવી પ્રાર્થના છે. અંબાલાલ કાકાની વરસાદની આગાહી ગમે તે હોય, પણ જેમની પર મા અંબાના આશીર્વાદ હોય તેમને વરસાદ નડતો નથી. અમે આ જ એનર્જી સાથે ગરબા રમીશું. 'અતુલ દાદાના અવાજથી એનર્જી મળે છે' ખેલૈયા નિશા લેખરાજાનીએ કહ્યું હતું કે, નવરાત્રી પહેલા જ અતુલ દાદાના અવાજથી જે એનર્જી મળે છે, તે ગરબા શરૂ થાય તે પહેલા જ મેળવવાનો મોકો કોઈ ન છોડે. મ્યુનિસિપલ કોર્પોરેશને આટલું મોટું આયોજન કર્યું તે બદલ અમે ખૂબ આભારી છીએ. અમે તો બસ રાહ જ જોતા હોઈએ છીએ કે, ક્યારે નવરાત્રી આવે અને ક્યારે ગરબા રમવા જઈએ. આ મોકો મળવા બદલ અમે બધાના ખૂબ આભારી છીએ.
    Click here to Read More
    Previous Article
    પાટણ યુનિવર્સિટીની ECમાં પ્રથમવાર 6 મહિલા સભ્યની નિમણૂક:મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું, કુલપતિએ સિનિયોરિટીના આધારે નિર્ણય લીધો
    Next Article
    ગેરકાયદે લાઇટ ફિશિંગ કરતી બે બોટ ઝડપાઈ:વેરાવળના ઝાલેશ્વર દરિયામાં 40-50 LED લાઇટના ઝુમખા મળ્યા, માલિકો સામે ગુના નોંધાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment