Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે લાઇટ ફિશિંગ કરતી બે બોટ ઝડપાઈ:વેરાવળના ઝાલેશ્વર દરિયામાં 40-50 LED લાઇટના ઝુમખા મળ્યા, માલિકો સામે ગુના નોંધાયા

    18 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર લાઇટ ફિશિંગ કરતી બે બોટ ઝડપાઈ છે. સોમનાથ મરીન પોલીસે વેરાવળના ઝાલેશ્વર દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન આ કાર્યવાહી કરી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે પેટ્રોલિંગ કરતા IND-GJ-11-MO-4591 નંબરની 'સદરઅલી કી મહેરબાની' અને IND-GJ-11-MO-4884 નંબરની 'વસીલા-02' બોટની તપાસ કરી. તપાસમાં બંને બોટમાં ગેરકાયદેસર રીતે 40થી 50 LED લાઇટના ઝુમખા લગાવેલા મળ્યા. આ લાઇટો ચાલુ રાખીને માછીમારી કરવામાં આવતી હતી. પોલીસે બંને બોટને વેરાવળ કોસ્ટ ગાર્ડ જેટી પર લાવી ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમો/સુધારા-2020 અને અધિનિયમ-2003 હેઠળ ગુના નોંધ્યા. શેરીયાજ બારા, માંગરોળના સાહીદભાઈ હાસમભાઈ ગોવાલસરી અને મનસુરભાઈ અબ્દુલભાઈ ગોવાલસરી સામે કાર્યવાહી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    46 હજારથી વધુ ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમ્યા, VIDEO:વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, 'આવી નવ નવ રાત્રિ રે...' અતુલ દાદાએ ગાતા જ થનગનાટ; યુનાઇટેડ વે ગરબાની પ્રિ-નવરાત્રીમાં 4 થીમ
    Next Article
    ચાણસ્મા અકસ્માતમાં યુવકના મોત બદલ વળતર:પાટણ ટ્રિબ્યુનલે વીમા વગરના માલિક-ચાલકને ₹22.33 લાખ ચૂકવવા કહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment