Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મા અકસ્માતમાં યુવકના મોત બદલ વળતર:પાટણ ટ્રિબ્યુનલે વીમા વગરના માલિક-ચાલકને ₹22.33 લાખ ચૂકવવા કહ્યું

    19 hours ago

    પાટણ ટ્રિબ્યુનલે ચાણસ્માના સુણસર ગામ નજીક થયેલા માર્ગ અકસ્માત કેસમાં ચુકાદો આપ્યો. ટ્રિબ્યુનલે વીમા વગરના મોટરસાયકલના માલિક અને ચાલકને કુલ ₹22.33 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું અને બીજો ગંભીર રીતે ઘાયલ થયો. ઘટના 23 મે 2021ના રોજ બની હતી. સુણસર ગામના સંજયજી ઝાલા (ઉં.વ. 21) અને તેમના મિત્ર મહેન્દ્રકુમાર ઝાલા (ઉં.વ. 18) રસ્તા પર ચાલી રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવેલા મોટરસાયકલે તેમને ટક્કર મારી. આ અકસ્માતમાં મહેન્દ્રકુમારનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે સંજયજીને જમણા પગે ફ્રેક્ચર થયું. મૃતક મહેન્દ્રકુમારના માતા-પિતાને ₹20.33 લાખ અને ઇજાગ્રસ્ત સંજયજીને સારવાર માટે ₹2 લાખનું વળતર મંજૂર થયું. મોટરસાયકલનો વીમો ન હોવાથી, ટ્રિબ્યુનલના ચેરમેન એચ. એસ. મુલીયાએ માલિક-ચાલકને 6 ટકા વ્યાજ સાથે 30 દિવસમાં રકમ જમા કરાવવાનો આદેશ કર્યો. અરજદારો વતી એડવોકેટ વી. બી. ઝાલાએ દલીલો કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગેરકાયદે લાઇટ ફિશિંગ કરતી બે બોટ ઝડપાઈ:વેરાવળના ઝાલેશ્વર દરિયામાં 40-50 LED લાઇટના ઝુમખા મળ્યા, માલિકો સામે ગુના નોંધાયા
    Next Article
    'I Have Lost A Good Friend': Goa Chief Minister Mourns Nana Patekar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment