Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત જિ.પં. ખેતીવાડી શાખાની મહિલા એકાઉન્ટન્ટ લાંચ લેતા ઝડપાઈ:સ્ટાફના 46 કર્મચારીઓના બિલ પાસ કરવા ₹60 હજાર માંગ્યા, દીકરા સાથે ₹30 હજાર લેતા ACBએ ઝડપી પાડી

    9 hours ago

    સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખામાં વહીવટી પદનો દુરુપયોગ કરીને પોતાના જ સાથી કર્મચારીઓના હકના નાણાં રોકી લાંચ માંગવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. માત્ર એક વર્ષ પહેલાં જ જુનિયર ક્લાર્કમાંથી સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે પ્રમોશન મેળવનાર રૂપલ પરેશકુમાર ટેલર અને તેમના 19 વર્ષીય કોલેજીયન પુત્ર જીલ ટેલરને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની ટીમે ₹30,000 ની રોકડ લાંચ લેતા જાહેર રોડ પરથી રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભ્રષ્ટાચારની આ કાળી કમાણીમાં ખુદ માતાએ પોતાના જુવાનજોધ દીકરાને ભાગીદાર બનાવતા પુત્રનું ઉજ્જવળ ભવિષ્ય પણ રોળાઈ ગયું છે. પ્રવાસ ભથ્થા અને એલટીસી બિલ અટકાવી સ્ટાફ પાસે તોડ ખેતીવાડી શાખામાં વર્ષ 2022થી 2024 દરમિયાન ફરજ બજાવતા વિવિધ કર્મચારીઓના પ્રવાસ ભથ્થા (T.A. Bills) તથા લીવ ટ્રાવેલ કન્સેશન (L.T.C. Bills) મંજૂર કરવાના બાકી હતા, જેની સત્તાવાર જવાબદારી સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપલ ટેલર હસ્તક હતી. સાથી કર્મચારીઓના કાયદેસરના નાણાં સમયસર પાસ કરવાને બદલે રૂપલ ટેલરે ફાઈલો અટકાવી રાખી હતી અને પ્રતિ બિલ દીઠ ભ્રષ્ટાચારનું રેટ કાર્ડ નક્કી કરી ઉઘરાણી શરૂ કરી હતી. આમ, કુલ 46 કર્મચારીઓના હકના નાણાં છોડવા માટે તેમણે કુલ ₹62,500 ની ગેરકાયદેસર લાંચની માંગણી સ્ટાફ સમક્ષ મૂકી હતી. મહિલા ક્લાર્કની માનસિક કનડગતથી ત્રાહિમામ પોકારી ગયેલા સ્ટાફ વતી એક જાગૃત કર્મચારીએ હિંમત દાખવીને એસીબી સુરત એકમનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. ઓમકાર હાઈટ્સ પાસે એસીબીનું ફિલ્મી છટકું ફરિયાદના આધારે એસીબીની ટીમે શુક્રવારે સાંજે સિનિયર ક્લાર્ક રૂપલ ટેલરના જહાંગીરાબાદ સ્થિત નિવાસસ્થાન ‘ઓમકાર હાઈટ્સ’ (ઉગત-ભેસાણ રોડ) પાસે વોચ ગોઠવી હતી. એસીબીના આયોજન અનુસાર, ફરિયાદી પ્રથમ હપ્તાના ₹30,000 આપવા માટે ત્યાં પહોંચ્યો હતો. ગણતરીની મિનિટોમાં જ મહિલા આરોપી રૂપલ ટેલર ત્યાં આવી પહોંચી હતી અને ફરિયાદી સાથે અત્યંત સાવચેતીપૂર્વક હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ લાવ્યા હોવાની ખાતરી કરી લીધી હતી, જે સમગ્ર સંવાદ એસીબીના ડિજિટલ રેકોર્ડર પર ટ્રેસ થઈ રહ્યો હતો. શાતિર માતાની સૂચનાથી કોલેજીયન પુત્રએ લીધા પૈસા પૈસાની ખાતરી થઈ ગયા બાદ શાતિર મહિલા ક્લાર્કે પોતે સીધા નાણાં સ્વીકારવાને બદલે ત્યાં જ હાજર પોતાના 19 વર્ષીય પુત્ર જીલ પરેશકુમાર ટેલરને ઈશારો કર્યો હતો. માતાની સૂચના મળતા જ જીલે ફરિયાદીના હાથમાંથી ₹30,000ની રોકડ રકમ સ્વીકારી પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. નાણાંનો સ્વીકાર થતાં જ આસપાસ સામાન્ય નાગરિકોના વેશમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને ઘટનાસ્થળેથી જ માતા-પુત્ર બંનેને રંગેહાથ ઝડપી પાડી લાંચની રકમ રિકવર કરી લીધી હતી. ₹54 હજારનો તગડો પગાર હોવા છતાં લાલચ ન છૂટી એસીબીની તપાસમાં સામે આવ્યું છે કે રૂપલબેન ટેલર વર્ષ 2017માં જુનિયર ક્લાર્ક તરીકે સરકારી સેવામાં સીધા ભરતી થયા હતા અને હજુ ગત વર્ષે જ તેમને સિનિયર એકાઉન્ટ ક્લાર્ક તરીકે પ્રમોશન મળ્યું હતું. સરકાર તરફથી તેમને દર મહિને અંદાજે ₹54,000 જેટલો તગડો પગાર ચૂકવવામાં આવતો હોવા છતાં, સાથી કર્મચારીઓને લૂંટવાની લાલચે તેમને જેલ ભેગા કરી દીધા છે. લાલચુ માતાનો ગેરકાયદેસર વહીવટમાં દીકરાનો ઉપયોગ બીજી તરફ, માતાના પાપમાં ભાગીદાર બનેલો 19 વર્ષીય જીલ ટેલર હાલમાં બીસીએ (BCA) ના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને કમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સપનું સેવી રહ્યો હતો. પરંતુ, લાલચુ માતાએ પોતાના ગેરકાયદેસર વહીવટમાં વહાલા દીકરાનો ઉપયોગ કરી તેના કરિયર પર કાયમી કાળો ડાઘ લગાડી દીધો છે. એસીબી દ્વારા બંનેની સત્તાવાર અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'KBCમાં તમને 25 લાખની લોટરી લાગી છે':સુરતીના 13.51 લાખ પડાવ્યા ને પાકિસ્તાનથી ચાલતા ફ્રોડનો ઘટસ્ફોટ થયો, એક આરોપીનું હેન્ડલર 'અબ્દુલ્લા' સાથે સીધું ચેટ કનેક્શન ખૂલ્યું
    Next Article
    સુરતની 12 વર્ષીય માન્યાનો શ્રીલંકામાં વાગ્યો ડંકો:કોમનવેલ્થ 2026માં ઇન્ટરનેશનલ ખેલાડીઓને માત આપી જીત્યા ત્રણ મેડલ, ગ્રાન્ડમાસ્ટર ગુકેશ અને પ્રજ્ઞાનાનંદા બનવાનું સપનું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment