Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની 12 વર્ષીય માન્યાનો શ્રીલંકામાં વાગ્યો ડંકો:કોમનવેલ્થ 2026માં ઇન્ટરનેશનલ ખેલાડીઓને માત આપી જીત્યા ત્રણ મેડલ, ગ્રાન્ડમાસ્ટર ગુકેશ અને પ્રજ્ઞાનાનંદા બનવાનું સપનું

    9 hours ago

    શ્રીલંકા ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ચેસ ગેમ્સ 2026માં ભારતીય ચેસ ખેલાડી અને સુરતની દીકરી માન્યા અભિષેક દ્રોલિયાએ શાનદાર પ્રદર્શન કરીને વૈશ્વિક મંચ પર દેશનો ડંકો વગાડ્યો છે. માન્યાએ અસાધારણ બુદ્ધિચાતુર્ય અને રમત કૌશલ્યનો પરિચય આપતા ત્રણ અલગ-અલગ ફોર્મેટમાં કુલ 3 મેડલ પોતાના નામે કર્યા છે. તેણે ક્લાસિકલ ફોર્મેટમાં ગોલ્ડ, બ્લિટ્ઝ ફોર્મેટમાં સિલ્વર અને રેપિડ ફોર્મેટમાં બ્રોન્ઝ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. એક જ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ત્રણેય રંગના મેડલ જીતીને તેણે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિવાય તેણે અત્યાર સુધીમાં નાના-મોટા બધા થઈને 85 મેડલ મેળવ્યા છે, જેમાં 20 મેડલ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના છે. હાલમાં સુરતના વેસુ વિસ્તારમાં રહેતી આ 12 વર્ષીય દીકરીની સિદ્ધિથી સમગ્ર ગુજરાત અને દેશ ગર્વ અનુભવી રહ્યો છે. શ્રીલંકન ખેલાડીને હરાવીને ગોલ્ડ મેડલ પર લગાવ્યો સિક્કો માન્યા માટે ક્લાસિકલ ફોર્મેટમાં ગોલ્ડ મેડલ સુધીની સફર અત્યંત રોમાંચક અને પડકારોથી ભરેલી રહી હતી. ટૂર્નામેન્ટના 8મા રાઉન્ડમાં માન્યાનો સામનો ભારતની જ મજબૂત પ્રતિસ્પર્ધી અને 1909 રેટિંગ ધરાવતી WCM (વુમન કેન્ડીડેટ માસ્ટર) પૂજા શ્રી સામે થયો હતો, જેમાં માન્યાએ શાનદાર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ, છેલ્લા અને નિર્ણાયક રાઉન્ડમાં દબાણની સ્થિતિ વચ્ચે અદભુત રમત બતાવીને માન્યાએ શ્રીલંકાની 1758 રેટિંગ ધરાવતી ગોમેઝ વેનીશા ઓશિનીને માત આપી હતી અને ભારત માટે ગોલ્ડ મેડલ પાકો કર્યો હતો. માન્યાએ તેની ખાસ રણનીતિ વિશે જણાવ્યું કે, અમે અલગ-અલગ ઓપનિંગ્સ રમી, જેનાથી વિરોધી ખેલાડીઓ સરપ્રાઈઝ થઈ ગયા અને મિડલ ગેમ્સમાં અમે રમત પર મજબૂત પકડ બનાવી લીધી હતી. WCM હલાંગોડાને પણ આપી માત આ ટૂર્નામેન્ટમાં માન્યા માત્ર જીતી જ નથી, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય સ્તરના શક્તિશાળી ખેલાડીઓ સામે પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. ત્રીજા રાઉન્ડમાં તેણે 1899 રેટિંગ ધરાવતી અન્ય એક દિગ્ગજ WCM હલાંગોડા સાયુમી સિથુમિલાને પરાજય આપીને પોતાના વિજયી રથની શરૂઆત કરી દીધી હતી. આ આખી ટૂર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ અને આક્રમક ચેસ રમવાને કારણે માન્યાને ક્લાસિકલ ફોર્મેટમાં અધધધ 141 રેટિંગ પોઈન્ટ્સનો ધરખમ ફાયદો થયો છે, જે કોઈપણ ચેસ ખેલાડી માટે ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. સાડા સાત વર્ષની ઉંમરે મોટી બહેનને જોઈને ચેસ રમવાનું શરૂ કર્યું મૂળ બિહારના અને છેલ્લા 20 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા કાપડ વેપારી અભિષેક કુમાર દ્રોલિયાની 12 વર્ષીય દીકરી માન્યા હાલ સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. માન્યાએ સાડા સાત વર્ષની ઉંમરે તેની મોટી બહેનને કોચ પાસે ચેસ રમતા જોઈને રમવાની શરૂઆત કરી હતી. જોકે, મોટી બહેને એક વર્ષમાં ચેસ રમવાનું બંધ કરી દીધું પરંતુ, નાની બહેન માન્યાને આ રમતમાં ભારે રસ જાગ્યો હતો. અમદાવાદમાં રમાયેલી એક સ્ટેટ ટૂર્નામેન્ટમાં પાંચમો રેન્ક મેળવી ટ્રોફી જીત્યા બાદ માન્યાનો જુસ્સો વધી ગયો અને તેણે ટ્રોફીઓ કલેક્ટ કરવાની ઈચ્છા સાથે ચેસન શોખને જ પોતાની જીંદગી બનાવી લીધી. તે અત્યાર સુધીમાં 20 જેટલા મેડલ જીતી ચૂકી છે. રોજની 5થી 6 કલાકની આકરી ટ્રેનિંગ 12 વર્ષની નાની ઉંમરે વૈશ્વિક સ્તરે મેડલ જીતવા પાછળ માન્યાની અથાણું મહેનત છુપાયેલી છે. શાળાના અભ્યાસ સાથે તાલમેલ વિશે વાત કરતા માન્યાએ જણાવ્યું કે, તે ભણવા પાછળ 1-2 કલાક આપતી હતી, જ્યારે ચેસ પાછળ દિવસના 5થી 6 કલાક ફાળવીને આકરી મહેનત કરતી હતી. ચેસ બોર્ડ પર હંમેશા આક્રમક એટેકિંગ ગેમ રમવી એ જ તેની જીતનો મૂળ મંત્ર છે. વર્ષ 2025માં સર્બિયામાં પણ ચોથો રેન્ક મેળવ્યો હતો માન્યાની આ ઐતિહાસિક સફળતા પાછળ તેના કોચ રોહન જુલ્કાની સચોટ રણનીતિ અને માર્ગદર્શન જવાબદાર છે. કોચ રોહન જુલ્કાએ જણાવ્યું કે, માન્યા 5 વાર સ્ટેટ ચેમ્પિયન, ખેલ મહાકુંભ ચેમ્પિયન અને નેશનલ ઇન્ટર સ્કૂલમાં ત્રીજું સ્થાન મેળવી ચૂકી છે. આ ઉપરાંત, વર્ષ 2025માં સર્બિયા ખાતે રમાયેલી વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પણ તે વિશ્વમાં ચોથો રેન્ક લાવીને ભારતનું ગૌરવ વધારી ચૂકી છે. ગ્રાન્ડમાસ્ટર ગુકેશ અને પ્રજ્ઞાનાનંદા જેવું બનવાનું સપનું માન્યાની માતા અર્ચા દ્રોલિયાએ દીકરીની સફર અને મુશ્કેલીઓ વિશે વાત કરતાં જણાવ્યું કે, એક દીકરી હોવાના નાતે મારે દરેક ટૂર્નામેન્ટમાં તેની સાથે ઓલ ટાઈમ રહેવું પડે છે. અમે તેને એકલી મૂકી શકતા નથી. પિતાએ પીએમ મોદી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે સપોર્ટની કરી અપીલ માન્યાના પિતા અભિષેક દ્રોલિયાએ દીકરીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે આ સફરમાં દાદા-દાદી સહિત આખા પરિવારનો પૂરો સપોર્ટ રહ્યો છે. દીકરી આગળ જઈને ઇન્ટરનેશનલ લેવલે દેશનું નામ વધુ રોશન કરે તે માટે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ અનુરોધ કર્યો છે કે તેઓ તેમની દીકરીને પૂરતો સપોર્ટ અને પ્રોત્સાહન પૂરું પાડે.
    Click here to Read More
    Previous Article
    સુરત જિ.પં. ખેતીવાડી શાખાની મહિલા એકાઉન્ટન્ટ લાંચ લેતા ઝડપાઈ:સ્ટાફના 46 કર્મચારીઓના બિલ પાસ કરવા ₹60 હજાર માંગ્યા, દીકરા સાથે ₹30 હજાર લેતા ACBએ ઝડપી પાડી
    Next Article
    Roaring Sea Waves At Dwarka | દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ | Arabian Sea | Rain | Weather | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment