Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેડિકલ-એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેનો ઉત્સાહ:રાજકોટમાં 46 કેન્દ્રમાં 9306 વિદ્યાર્થીની ગુજકેટની પરીક્ષા, ગેરરીતિ ન થાય તે માટે તંત્રનો ચુસ્ત બંદોબસ્ત

    1 day ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ગુજકેટ (GUJCET)ની પરીક્ષા આજે 29 માર્ચે રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં યોજાઈ હતી. રાજકોટમાં આ પરીક્ષા માટે તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 46 કેન્દ્રો પર 9306 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. સવારે 9:30 વાગ્યાથી વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ જેવા મહત્વના વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે. કેન્દ્રની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પરીક્ષાના શિડ્યુલ મુજબ, સવારે 10:00થી 12:00 દરમિયાન ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું સંયુક્ત પેપર લેવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરના સત્રમાં બાયોલોજી અને મેથ્સના પેપર લેવામાં આવ્યું હતું. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દરેક કેન્દ્રની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે આ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પરીક્ષામાં સારા માર્ક્સ આવે તો સારી કોલેજમાં એડમિશન મળેઃ નિધિ ન્યૂ એરા સ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની મકવાણા નિધિએ જણાવ્યું હતું કે, તે છેલ્લા 2 વર્ષથી આ પરીક્ષા માટે સખત મહેનત કરી રહી હતી. તેના મતે જે વિદ્યાર્થીઓ JEEની તૈયારી નથી કરતા તેમના માટે આ પરીક્ષા શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેના દ્વારા સારી કોલેજમાં એડમિશન મેળવવાની તકો વધી જાય છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓએ મહેનત કરીને આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા જોઈએ, જેથી ભવિષ્યમાં સારી કોલેજમાં પ્રવેશ નિશ્ચિત કરી શકાય. એડમિશન પ્રક્રિયામાં 50% માર્ક્સ આ પરીક્ષા ગણાઈ છેઃ ભક્તિ આ જ શાળામાં પરીક્ષા આપવા આવેલ કાકડિયા ભક્તિએ જણાવ્યું હતું કે, તે છેલ્લા 1થી 1.5 વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી અને તેની તૈયારી ખૂબ જ સરસ થઈ છે. આ પરીક્ષાનું મહત્વ સમજાવતા તેણે ઉમેર્યું હતું કે, એડમિશન પ્રક્રિયામાં 50% માર્ક્સ આ પરીક્ષાના અને 50% માર્ક્સ બોર્ડના ગણાય છે, જે એડમિશન મેળવવામાં મોટો ફેરફાર લાવી શકે છે. તેણે અન્ય વિદ્યાર્થીઓને પણ આ પરીક્ષા આપવાની સલાહ આપી હતી કારણ કે તેનાથી એડમિશનમાં ઘણો ફાયદો થાય છે. હું રોજનું 8થી 9 કલાક વાંચન કરતી હતીઃ ક્રિશા પરીક્ષાર્થી પારેખ ક્રિશા શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, મેં આ પરીક્ષા માટે ખૂબ જ સારી તૈયારી કરી છે. છેલ્લા ઘણા સમયથી હું રોજનું 8થી 9 કલાક વાંચન કરતી હતી. પરીક્ષાને લઈને મારામાં ઘણો ઉત્સાહ છે અને મને વિશ્વાસ છે કે મારું પરિણામ સારું આવશે. અન્ય એક વિદ્યાર્થીની પાનસુરિયા અર્પિતાએ પણ પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, મેં દિવસમાં 12 થી 13 કલાક મહેનત કરી છે. મારું સપનું એમ.બી.બી.એસ. (MBBS)માં પ્રવેશ મેળવવાનું છે, તેથી આ પરીક્ષા મારા માટે ખૂબ મહત્વની છે. મને આશા છે કે હું 92થી 93 ટકા જેટલા માર્ક્સ મેળવી શકીશ. વાલીઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા ઉલ્લેખનીય છે કે, પરીક્ષા આપતી વિદ્યાર્થીનીઓએ અન્ય પરીક્ષાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, પરીક્ષાથી ગભરાવાની જરાય જરૂર નથી. આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી, તેથી કોઈપણ પ્રકારના ટેન્શન કે ડર વગર, પૂરા આત્મવિશ્વાસ સાથે પેપર લખવું જોઈએ. વાલીઓ અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા, જેથી તેઓ શાંત ચિત્તે પરીક્ષા આપી શકે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા-વડોદરા હાઈવે પર અકસ્માતમાં યુવકનું મોત:વણાકપૂર પાસે કાર-બાઇક અકસ્માતમાં એક ગંભીર ઈજાગ્રસ્ત
    Next Article
    પાળીયાદ કુમારશાળાના બાળકોને ભોજન કરાવાયું:400 બાળકોને રસ પૂરીનું ભાવતું ભોજન પીરસાતા ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment