Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દશરથ બ્રિજ નીચે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી:એકતાનગરના 46 વર્ષીય આધેડ બાઇક સાથે રસ્તા પર દૂર સુધી ફંગોળાયા, ઘટનાસ્થળે જ મોત

    22 hours ago

    વડોદરા નજીક આવેલા દશરથ બ્રિજ નીચે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બાઇક લઈને પસાર થઈ રહેલા એક આધેડને પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને જોરદાર અડફેટે લેતાં તેમનું હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ દમ તોડી દીધો હતો. આ કરુણ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇકસવાર દૂર સુધી ફંગોળાયો મળતી વિગતો અનુસાર વડોદરાના છાણી જકાતનાકા પાસે આવેલા એકતાનગરમાં રહેતા 46 વર્ષીય મહેશકુમાર મનુભાઈ ડાભી પોતાની બાઇક પર સવાર થઈને દશરથ બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ગંભીર બેદરકારીપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહને તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે મહેશકુમાર બાઇક સાથે રસ્તા પર દૂર સુધી ફંગોળાઈ પડ્યા હતા. સારવાર મળે તે પહેલાં જ માસૂમ જિંદગીનો અંત અકસ્માતમાં મહેશકુમારને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ધડાકાનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ અર્થે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં રહેલા મહેશકુમારને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી તબીબી સારવાર મળે તે પહેલાં જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. છાણી પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી અકસ્માત સર્જીને વાહનચાલક પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે જાણ થતાં જ છાણી પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતે મોત અંગેનો કાનૂની ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડ્યો છે. ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન અને તેના ચાલાકને ઝડપી પાડવા માટે પોલીસે વિસ્તારના CCTV ફૂટેજ ચકાસવા સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં ખાડા પુરવા વડોદરા મનપાની દોડધામ:વિવિધ ઝોનમાં ખાડાઓનું પેચવર્ક, મ્યુનિ. કમિશનરનું સ્થળ નિરીક્ષણ; ગુણવત્તા સભર કામગીરી કરવા સૂચના
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈટાવડી રામેશ્વર મહાદેવના દર્શન કર્યા:ગુરુપૂર્ણિમા પર્વે લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી, સંતોના આશીર્વાદ લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment