Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં ખાડા પુરવા વડોદરા મનપાની દોડધામ:વિવિધ ઝોનમાં ખાડાઓનું પેચવર્ક, મ્યુનિ. કમિશનરનું સ્થળ નિરીક્ષણ; ગુણવત્તા સભર કામગીરી કરવા સૂચના

    23 hours ago

    વડોદરા શહેરમાં ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન ભારે વરસાદને કારણે તમામ ઝોનમાં માર્ગો પર મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કેટલાક વિસ્તારમાં કોન્ટ્રાક્ટરની તેમજ અગિકારીઓની બેદરકારીના કારણે ખાડાઓ પડી ગયા છે. બે દિવસથી શહેરમાં વરસાદ બંધ છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા કામગીરીની સ્થળ નિરીક્ષણ કરાયું હતું અને જરૂરી સૂચના આપવામાં આવી હતી. પુરજોશમાં યોગ્ય કામગીરી કરવા સૂચના વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ઝોનમાંથી 2700 થી વધુ ખાડાઓ ચિહ્નિત કરવામાં આવ્યા છે. હાલમાં વરસાદે વિરામ લીધો છે, ત્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના સ્પષ્ટ આદેશ અને માર્ગદર્શન હેઠળ શહેરના તમામ ઝોનમાં ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ ઝડપે શરૂ કરી દેવામાં આવી છે. કોર્પોરેશનનું રોડ પ્લાન્ટ વિભાગ તેમજ વિવિધ ઝોનની ટીમો દ્વારા પેચવર્ક અને રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. શહેરમાં એકેય ખાડો બાકી નહીં રહે કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે અને સમારકામ ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ પોતે મેદાનમાં ઉતર્યા હતા. તેમણે શહેરના વિવિધ ઝોનનો પ્રવાસ કરીને સ્થળ પર પહોંચી રસ્તા સમારકામની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે સ્થળ પર હાજર રહેલા ઈજનેરો અને અધિકારીઓને ટેકનિકલ ધોરણો મુજબ યોગ્ય રીતે અને ટકાઉ કામગીરી કરવા માટેની કડક સૂચનાઓ આપી હતી, જેથી ફરીથી તે જ સ્થળે ખાડા ન પડે.મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં એકેય ખાડો નહીં રહે તેવી કામગીરી કરી રહ્યા છે. નાગરિકોને ધૈર્ય રાખવા માટે અપીલ મ્યુનિસિપલ કમિશનરે આ તકે વડોદરાના નાગરિકોને પણ અપીલ કરી હતી કે પાલિકા દ્વારા તમામ ખાડાઓ પૂરીને રસ્તાઓ સુધારવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે, તેથી થોડા સમય માટે ધીરજ રાખવી. પાલિકા પ્રશાસન નાગરિકોની સુવિધા માટે સતત કાર્યરત છે અને ટૂંક સમયમાં તમામ મુખ્ય માર્ગોને સુગમ બનાવી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષક સહિત 114 રોકાણકારો સાથે ₹ 3.41 કરોડની છેતરપિંડી:રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂપિયા પડાવ્યા, રિંગ રોડ પર રહેતા બે ભાઈ ઓફિસ-મકાનને તાળા મારી રફુચક્કર
    Next Article
    દશરથ બ્રિજ નીચે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી:એકતાનગરના 46 વર્ષીય આધેડ બાઇક સાથે રસ્તા પર દૂર સુધી ફંગોળાયા, ઘટનાસ્થળે જ મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment