Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઈટાવડી રામેશ્વર મહાદેવના દર્શન કર્યા:ગુરુપૂર્ણિમા પર્વે લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી, સંતોના આશીર્વાદ લીધા

    22 hours ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઈટાવડી ગામે રામેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. તેમણે રાજ્યની જનસુખાકારી, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ પરંપરાગત શ્રદ્ધા સાથે ભગવાન મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું હતું. તેમણે ગુરુપૂર્ણિમાના આ પર્વને લોકકલ્યાણના સંકલ્પ સાથે જોડી આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત કરી હતી. મુખ્યમંત્રીએ મંદિરના સ્થાપક પૂજ્ય સુકદેવજી મહારાજના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે બાપા સુખદેવજી ધામના ગાદીપતિ અને મહંત જગનાજી બાપુની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે મહંત જગનાજી બાપુ દ્વારા મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ મંદિર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે પણ જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીની આ મુલાકાતથી ઈટાવડીના ગ્રામજનો અને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દશરથ બ્રિજ નીચે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી:એકતાનગરના 46 વર્ષીય આધેડ બાઇક સાથે રસ્તા પર દૂર સુધી ફંગોળાયા, ઘટનાસ્થળે જ મોત
    Next Article
    ઓનલાઈન વજન ઉતારવાની દવા મંગવાનાર વૃદ્ધા સાથે રૂ.84.38 લાખની છેતરપિંડી:રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે દિલ્લીના મુખ્ય સુત્રધારની ધરપકડ કરી 26 લાખ રિકવર કર્યા, અન્ય ભોગબનનાર અંગે તપાસ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment