Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં કુરિયરના નામે રૂ. 4.58 લાખની સાયબર ઠગાઈ:'DELHIVERY'નું કસ્ટમર કેર શોધી APK ફાઈલ ડાઉનલોડ કરતા જ ખાતાં સાફ!

    2 days ago

    વલસાડના રામકૃષ્ણ ટંડેલ સાથે કુરિયરના નામે 4.54 લાખ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી થઈ છે. ઓનલાઈન સાયકલની ડિલિવરી ન મળતા તેમણે કુરિયર કંપનીના કસ્ટમર કેરમાં ફોન કર્યો, જે તેમને ભારે પડ્યો. રામકૃષ્ણના કઝીન ભાઈ પરિષિતે 'DELHIVERY' કુરિયરથી સાયકલ મંગાવી હતી. ડિલિવરી ન મળતા રામકૃષ્ણએ ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર શોધ્યો. ઠગે વોટ્સએપ પર 'Customer Support V1.apk' ફાઈલ મોકલી. ફરિયાદીએ સૂચના મુજબ આ APK ફાઈલ ડાઉનલોડ કરી વિગતો ભરી. ફાઈલ ડાઉનલોડ થતા જ સાયબર ઠગોએ તેમના મોબાઈલમાં રહેલી 'PhonePe' એપ્લિકેશનનું એક્સેસ મેળવી લીધું. તેમની જાણ બહાર બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લીધા. IDBI બેંક ખાતામાંથી 2,92,446 રૂપિયા અને SBI ખાતામાંથી 1,62,248 રૂપિયા ટ્રાન્સફર કરાયા. કુલ 4,54,694 રૂપિયાની છેતરપિંડી થઈ. પૈસા ડેબિટ થતા જ ફરિયાદીએ 1930 હેલ્પલાઈન પર ફરિયાદ કરી. વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર જિલ્લા અને શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે:સમગ્ર બ્રહ્મસમાજ માટે શરદ પુનમ રાસોત્સવનું ભવ્ય આયોજન
    Next Article
    જામનગરમાં મનોદિવ્યાંગ બાળકો માટે બાય-બાય નવરાત્રી રાસોત્સવ:ૐ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સતત 16માં વર્ષે આયોજન, સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment