Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા તોલમાપ કચેરી દ્વારા કાર્યવાહી:જિલ્લામાં 458 વેપારીને ત્યાં ચેકિંગમુદ્રાંકન ફી પેટે 5.28 લાખની આવક

    1 week ago

    ભાવનગર જિલ્લા તોલમાપ કચેરી દ્વારા ભાવનગર શહેર એન જિલ્લામાં ફેબ્રુઆરી-2026 મહિનામાં કરાયેલી કાર્યવાહીમાં 458 વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભાવનગર જિલ્લામાં ફેબ્રુઆરી મહિનામાં વિવિધ શ્રેણીના 12 વેપારીઓ સામે વજન માપના અને પી.સી.આર.ના કેસો કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગર અને બોટાદ જિલ્લામાં ભાવનગર જિલ્લા તોલમાપ કચેરી દ્વારા વેપાર કરતા વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકો છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સમયાંતરે સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ચાલુ માર્ચ મહિનામાં ચકાસણી પાત્ર વાર્ષિક અને દ્વિવાર્ષિક વેપારીઓના ઈલેક્ટ્રીક અને મિકેનિકલ વજન માપ સાધનોની ખરાઈ કરી ચકાસણી મુન્દ્રાકન ફી પેટે રૂ.5.28 લાખની આવક થઇ છે. તેમજ જે વેપારીઓ દ્વારા ચકાસણી-મુન્દ્રાકનની તારીખ પૂર્ણ થયા બાદ વજન-માપ સાધનો ખરાઈ માટે રજુ કરવા માં આવેલ હોય તેવા વેપારીઓ પાસેથી લેટ ફી પેટે કુલ રૂ.52313ની વસુલાત કરવામાં આવી છે. ફેબ્રુઆરી-2026 મહિનામાં 7 વેપારીઓને વજનકાંટાને લગતા કેસમાં રૂ.9000નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ મૂળ કિંમત કરતા વધુ ભાવ લેતા 2 વેપારીઓને રૂ.10 હજારનો દંડ ફટકારાયો હતો. સિહોર તાલુકાના સોનગઢ ખાતે પેકર તરીકે રજીસ્ટ્રેશન ન કરાયેલ એકમને રૂ.20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત સિહોર શહેરના બે વેપારીઓ પાસે મુન્દ્રાકન ન કરવા અને પરવાના વિના વેચાણ વેપારીઓ પાસેથી રૂ.2 હજારનો દંડ વસૂલાયો હોવાનું સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:મીની વાવાઝોડાથી કેરીના પાકમાં 40 ટકા જેટલુ નુકશાન
    Next Article
    જયહિંદ ટ્રોફી:સુરેન્દ્રનગર ડિસ્ટ્રીક્ટ સામે ભાવનગરનો 110 રને વિજય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment