Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 45.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:ભુસાની બોરીઓની આડમાં દારૂ છુપાવેલો, બે રાજસ્થાની શખસોની ધરપકડ

    2 days ago

    પાટણ LCB એ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભુસાની બોરીઓની આડમાં છુપાવેલો 45.73 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે 22,800 બોટલ વિદેશી દારૂ અને 15 લાખ રૂપિયાનો ટ્રક સહિત કુલ 60.91 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજસ્થાનના બે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી રથયાત્રાને ધ્યાનમાં રાખીને જિલ્લામાં પ્રોહીબીશન પ્રવૃત્તિઓ નાબૂદ કરવા એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સમી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવીને પસાર થઈ રહેલા એક ટ્રકને અટકાવી તપાસ કરી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી ભુસાની બોરીઓની આડમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી 45,73,560 રૂપિયાની કિંમતની 22,800 બોટલો, 15,00,000 રૂપિયાનો ટ્રક, 2,340 રૂપિયાની 78 ભુસાની બોરીઓ, 15,000 રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન, 1,000 રૂપિયાની તાડપત્રી અને બે નકલી નંબર પ્લેટો મળી કુલ 60,91,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરીના આરોપમાં પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રાજેશ દેવારામ જાટ (ઉંમર 22) અને જગદીશ નારાણારામ જાટની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂ ભરી આપનાર ગુડામાલાણી (રાજસ્થાન) નો પ્રકાશ બિશ્નોઈ, પાયલોટિંગ કરનાર બાલાજી અને વિદેશી દારૂ મંગાવનાર કડીનો એક અજાણ્યો ઇસમ સામેલ હોવાનું ખુલ્યું છે. પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓ વિરુદ્ધ સમી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નમો ભારત ટ્રેન કુકમા પાસે ત્રણ કલાક થંભી:ટેકનિકલ ખામીથી મુસાફરોને મધરાતે હાલાકી
    Next Article
    હિંમતનગરમાં જગન્નાથધામ ખાતે જલયાત્રા, મહાભિષેક યોજાયો:ગોપાલ સહસ્ત્ર યજ્ઞ બાદ ભક્તોએ 108 દીવાની આરતી ઉતારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment