Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નમો ભારત ટ્રેન કુકમા પાસે ત્રણ કલાક થંભી:ટેકનિકલ ખામીથી મુસાફરોને મધરાતે હાલાકી

    2 days ago

    અમદાવાદથી ભુજ જતી નમો ભારત ટ્રેન મંગળવારે મોડી રાત્રે કુકમા રેલવે સ્ટેશન નજીક ટેકનિકલ ખામીના કારણે ત્રણ કલાક સુધી થંભી ગઈ હતી. આ ઘટના રાત્રે ૧૧:૧૫ વાગ્યે બની હતી અને ટ્રેન મધરાત ૧:૩૦ વાગ્યા સુધી આગળ વધી શકી નહોતી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ટ્રેનની લાઇટિંગ પાવર સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પરિણામે ટ્રેનનું સંચાલન ખોરવાઈ ગયું. ખામી સુધારવામાં સમય લાગતા રેલવે તંત્ર દ્વારા વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા કરવી પડી હતી. આ સમગ્ર પ્રક્રિયાને કારણે ટ્રેન તેના નિર્ધારિત સમયપત્રક કરતાં વિલંબિત થઈ. વીજ પુરવઠો ખોરવાઈ જતાં ટ્રેનનું એર કન્ડિશનિંગ પણ બંધ થઈ ગયું હતું. મુસાફરોથી ભરેલી ટ્રેનમાં ગરમી અને ગૂંગળામણ વધવા લાગી, જેના કારણે ઘણા મુસાફરો અકળાઈ ઉઠ્યા. કેટલાક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડતા કોચના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. વૃદ્ધો, મહિલાઓ અને બાળકો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની હતી. નમો ભારત ટ્રેનના આ વિલંબને કારણે અન્ય ટ્રેનોના સંચાલન પર પણ અસર પડી હતી. ભુજથી મુંબઈ જતી સયાજી એક્સપ્રેસ પણ એક કલાકથી વધુ સમય મોડી પડી, જેનાથી મુસાફરોના પ્રવાસ આયોજનમાં વિક્ષેપ પડ્યો. આ ઘટના અંગે ભુજના નાગરિક વિનોદભાઈ ગાલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, "નમો ભારત ટ્રેન ટૂંકા સમયમાં મુસાફરોની પસંદગી બની છે અને તેની જાળવણી માટે અઠવાડિયામાં એક દિવસ સેવા બંધ પણ રાખવામાં આવે છે. આમ છતાં આવી ટેકનિકલ ખામીઓ મુસાફરોનો વિશ્વાસ ડગાવી શકે છે." તેમણે રેલવે તંત્રને આધુનિક ટ્રેનોમાં આવી ઘટનાઓ ન બને તે માટે જાળવણી અને તકનીકી વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અપીલ કરી. રેલવે તંત્રે ખામી દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરી અને ટ્રેનને તેના ગંતવ્ય તરફ રવાના કરી હતી. જોકે, મોડી રાત્રે બનેલી આ ઘટનાએ સેંકડો મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરી હતી અને આધુનિક ટ્રેન સેવાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Jennifer Winget to tie the knot with William Ishmael in an intimate UK wedding: Report
    Next Article
    પાટણમાં 45.73 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:ભુસાની બોરીઓની આડમાં દારૂ છુપાવેલો, બે રાજસ્થાની શખસોની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment