Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યકક્ષાનો અગ્નિવીર ભરતી મેળો:મનપાએ 455.80 કરોડના લક્ષ્યાંક સામે 447.93 કરોડના વેરાની વસૂલાત કરી, 12મીએ UPSCની પરીક્ષા

    10 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે મિલ્કત વેરાના રૂ.455.80 કરોડના મુળ લક્ષ્યાંકની સામે રૂ.447.93 કરોડની વસુલાત થઈ છે. ગત નાણાકિય વર્ષ કરતા 8.44%ની વૃદ્ધિ સાથે ચાલુ નાણાકિય વર્ષમાં કુલ 34.44 કરોડ વધારાની આવક કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26 માં કુલ 6,10,931 મિલકત પૈકી 4,63,564 મિલકતોનો વેરો ભરાયેલ છે.આમ, ગત વર્ષ 2024-25 ની સાપેક્ષમાં 43,905 વધુ મિલકતોમાં વેરાની વસુલાત થવા પામી છે. આમ કુલ મિલકતધારકોમાંથી 75.75% મિલકતધારકોએ ચાલુ વર્ષે વેરાની ભરપાઈ કરેલ છે. કુલ આવક અને કુલ કરદાતાઓને ધ્યાને લેતા, રેસીડન્સ કેટેગરીમાં કુલ 3,47,274 કરદાતાઓએ રૂ.204.90 કરોડનો વેરો ભરપાઇ કરેલો છે. જયારે નોન રેસીડન્સ કેટેગરીમાં કેટેગરીમાં કુલ 1,15,534 કરદાતાઓએ રૂ. 242.34 કરોડનો વેરો ભરપાઇ કરેલો છે. ચાલુ વર્ષે બજેટ સમયે ફેબ્રુઆરી 2026 માં જાહેર કરાયેલ વ્યાજ માફી યોજનાને પણ ખુબજ પ્રચંડ પ્રતિસાદ મળેલો છે. કુલ 45,967 મિલકતધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. જે પૈકી 33,471 રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકો અને 12,496 નોન રેસીડન્સ કેટેગરીના મિલકત ધારકોએ વ્યાજ માફી સ્કીમનો લાભ લીધેલ છે. આ મિલકત ધારકોએ કુલ મળીને રૂ. 78.66 કરોડની રકમ ભરપાઇ કરેલી છે. રાજ્યકક્ષાનો અગ્નિવીર ભરતી મેળો, 16 દિવસમાં 9200 યુવાનો ઉમટવાનો અંદાજ રાજકોટના રેસકોર્સ સ્ટેડિયમ ખાતે રાજ્યભરના યુવાનો માટે ભારતીય સેના દ્વારા અગ્નિવીર ભરતી રેલીનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. 24 માર્ચથી શરૂ થયેલી આ ભરતી પ્રક્રિયા 8 એપ્રિલ સુધી ચાલશે. આ ભરતી મેળામાં રાજ્યના તમામ 34 જિલ્લાઓ અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 9200 જેટલા ઉમેદવારો ભાગ લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આખી પ્રક્રિયાને સફળ બનાવવા માટે ભારતીય સેના અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઝીણવટભરી તૈયારીઓ કરવામાં આવી છે.રાજકોટ ખાતેની ઇન્ફન્ટ્રી બ્રિગેડના સહયોગથી ભરતી સ્થળે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ આયોજનમાં રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, રોજગાર નિયામકની કચેરી તેમજ આરોગ્ય અને શિક્ષણ વિભાગનો મહત્વનો સહયોગ મળી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયા માટે ડિજિટલાઈઝેશન ડ્રાઈવ હેઠળ તમામ પ્રક્રિયાઓ ઈલેક્ટ્રોનિક અને મેરિટ આધારિત રાખવામાં આવી છે. ભારતીય સેનામાં પસંદગી સંપૂર્ણપણે નિષ્પક્ષ અને પારદર્શક રીતે કરવામાં આવે છે. ઉમેદવારો કોઈપણ ભરતી એજન્ટ કે અસામાજિક તત્વોની લાલચમાં ન આવીને કોઈપણ તબક્કે લાંચ કે નાણાંની લેતી-દેતીમાં ન પડે અને આવી બાબતોથી દૂર રહે તે માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે. તમામ પસંદગી માત્ર યોગ્યતાના ધોરણે જ કરવામાં આવશે તેમ જામનગરની આર્મી રિક્રૂટમેન્ટ ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યુ છે. 942 ઉમેદવારો 12મીએ UPSCની NDA -CDAની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે યુનિયન પબ્લીક કમિશન (યુપીએસસી) દ્વારા આગામી તા.12ને રવિવારે એનડીએ-સીડીએ (નેવલ ડીફેન્સ એકેડમી-કમ્બાઈન્ડ ડીફેન્સ એકેડમી)ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવનાર છે.જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ લેવાનાર આ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો રાજકોટ આવી પહોંચતા તેને કલેકટર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સીલ કરી દેવામાં આવેલ છે. રાજકોટ સહિત દેશભરના ચુનંદા કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવનાર છે. જેમાં રાજકોટ શહેરમાં પાંધી કોલેજ, સદગુરૂ કોલેજ, એવીપીટી કોલેજ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ એમ 4 સેન્ટર પરથી આ પરીક્ષા લેવાશે.જેમાં એનડીએની સ્પર્ધાત્મક પરીક્ષામાં બે પેપર અને સીડીએની પરીક્ષામાં ત્રણ પેપર ઉમેદવારોએ આપવાના રહેશે. પરીક્ષાનો સમય 9થી 5-30 કલાક સુધીનો નિયત કરવામાં આવેલ છે. રાજકોટમાં 942 ઉમેદવારો આ પરીક્ષા માટે નોંધાયા છે. મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં અરજદારોની લાંબી કતાર લાગી મનપા સિવિક સેન્ટરમાં છેલ્લા ઘણા સમયથી અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે આજે પણ સિવિક સેન્ટર ખુલે તે પહેલા જ વહેલી સવારથી અરજદારોની લાંબી કતારો લાગી હતી. જન્મ-મરણના દાખલા, વેરા બીલ સહિતના અનેકવિધ દાખલા મેળવવા અરજદારોની લાંબી કતાર જોવા મળી હતી. કામ ધંધા છોડી અનેક મહિલા પુરૂષો યુવાનો કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા. વહેલી સવારથી ઉભેલા અરજદારોનો છેક બપોર સુધીમાં છુટકારો થયો હતો. કતારોમાં ઉભેલા અરજદારોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લક્ષ્મણરાવ ઈનામદાર શોપીંગ સેન્ટરની 9 દુકાનોની તા.8 એપ્રિલે હરરાજી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.51/બી હેઠળ તૈયાર થયેલ લક્ષ્મણરાવ ઇનામદાર(વકીલ સાહેબ) ટાઉનશીપના શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે. આ જાહેર હરરાજી તા.8/4ના રોજ સવારે 9 કલાકેથી કરાશે. જાહેર હરરાજીમાં ભાગ લેનારે હરરાજીની તારીખના આગળના દિવસ સુધીમાં એસ્ટેટ વિભાગમાં અથવા હરરાજીના દિવસે સ્થળ પર રૂ.2,00,000 રાજકોટ મહાનગરપાલિકા"ના નામના ચેક અથવા ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ તરીકે ભરવાનાં રહેશે. ડીપોઝીટ ભરનાર વ્યક્તિ જ હરરાજીમાં ભાગ લઇ શકશે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 26 એપ્રિલે યોજાશે:મતગણતરી 28 એપ્રિલે, આચારસંહિતા અમલી બની
    Next Article
    નવી કોર્ટ બિલ્ડિંગના લોકેશન પર સસ્પેન્સ ખતમ:તાપી કિનારે મગદલ્લામાં બનશે 181 કરોડના ખર્ચે 77,951 ચો.મી. જમીન પર આકાર પામશે અત્યાધુનિક કોર્ટ બિલ્ડિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment