Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 26 એપ્રિલે યોજાશે:મતગણતરી 28 એપ્રિલે, આચારસંહિતા અમલી બની

    12 hours ago

    રાજ્ય ચૂંટણી પંચે સાબરકાંઠા સહિત ગુજરાતની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ સંસ્થાઓ માટે 26 એપ્રિલે મતદાન થશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત સાથે જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ, ઉમેદવારો 6 એપ્રિલથી ફોર્મ ભરી શકશે. ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે, જ્યારે 15 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. મતદાન 26 એપ્રિલે થશે અને પરિણામ 28 એપ્રિલે મતગણતરી બાદ જાહેર કરાશે. સાબરકાંઠામાં હિંમતનગર, વડાલી અને ઈડર સહિતની નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતાં હાલ વહીવટદાર શાસન અમલમાં છે. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લા પંચાયત અને 8 તાલુકા પંચાયતો માટે પણ ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી કમિશનરે બુધવારે આ તારીખોની જાહેરાત કરી હતી. સાબરકાંઠા જિલ્લા પંચાયત, તેમજ હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકા પંચાયતો માટે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત, હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ નગરપાલિકાની બે પેટાચૂંટણી પણ 26 એપ્રિલે યોજાશે.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનમાં બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ:રૈયાગામના તળાવ પાસેથી 15.72 લાખનો અંગ્રેજી દારૂ ઝડપાયો, દારૂની હેરાફેરી માટે વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો'તો
    Next Article
    રાજ્યકક્ષાનો અગ્નિવીર ભરતી મેળો:મનપાએ 455.80 કરોડના લક્ષ્યાંક સામે 447.93 કરોડના વેરાની વસૂલાત કરી, 12મીએ UPSCની પરીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment