Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનમાં બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ:રૈયાગામના તળાવ પાસેથી 15.72 લાખનો અંગ્રેજી દારૂ ઝડપાયો, દારૂની હેરાફેરી માટે વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો'તો

    13 hours ago

    રાજકોટ શહેરના રૈયા ગામ પાછળના ભાગે તળાવ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં દારૂનું મોટાપાયે કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી એક આરોપી નવીન લક્ષ્મીદાસ દામાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસની આ તપાસમાં અશોક લેલન મેક્ષીટ્રક અને ફોક્સવેગન વેન્ટો કાર જેવી લક્ઝરી ગાડીઓમાંથી વિદેશી દારૂની કુલ 1,644 બોટલો મળી આવી છે, જેની કિંમત અંદાજે 15,72,400 થાય છે. પોલીસે દારૂ, વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.21,47,400 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે દારૂનો જથ્થો રવિ મનસુખભાઈ નાખવા અને નવાબ નામના શખ્સોનો છે. દરોડા વખતે રવિ નાખવા, નવાબ અને તેનો ભાઈ અંધારાનો અને ઝાડીઓનો લાભ લઈને ભાગી ગયા હતા જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે વાહનો પર ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ટ્રેનમાં બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ ​મૂળ નોઇડાના કરુણાદેવી રાકેશસિંહ રાજપુત પોતાના પરિવાર સાથે દિલ્હી-રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં રાજકોટ આવ્યા હતા. અહીંથી તેઓને સોમનાથ જવાનું હોવાથી તેઓ પ્લેટફોર્મ નંબર 1 પર ઉભેલી ટ્રેન નંબર 11466ના સ્લીપર કોચમાં બેઠા હતા. બપોરે અંદાજે 1.35 વાગ્યે ટ્રેન ઉપડી ત્યારે બારી પાસે બેઠેલા કરુણાદેવીના ગળામાં હાથ નાખી એક અજાણ્યો શખ્સ સોનાનો ચેઇન તોડીને ટ્રેનની બીજી તરફ ઉતરીને ભાગી ગયો હતો. આ ઘટના બાદ વૃદ્ધાએ તાત્કાલિક રેલ્વે હેલ્પલાઇન 139 પર સંપર્ક કર્યો હતો. તેમની મુસાફરી ચાલુ હોવાથી પ્રાથમિક જાણ વેરાવળ રેલ્વે પોલીસને કરવામાં આવી હતી અને ત્યારબાદ આ મામલો રાજકોટ રેલ્વે પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ચોરાયેલા સોનાના ચેઇનની કિંમત આશરે 39,000 રૂપિયા દર્શાવવામાં આવી છે. હાલ રાજકોટ રેલ્વે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ. (BNS) ની કલમ 304(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુરુવારનું રાશિફળ:કર્ક રાશિના જાતકોને સરકારી નોકરીમાં સારા સમાચાર મળશે, તુલા રાશિ માટે પ્રોપર્ટી કે ઘરની ખરીદીના યોગ
    Next Article
    સાબરકાંઠા સ્થાનિક સ્વરાજ ચૂંટણી 26 એપ્રિલે યોજાશે:મતગણતરી 28 એપ્રિલે, આચારસંહિતા અમલી બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment