Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી કોર્ટ બિલ્ડિંગના લોકેશન પર સસ્પેન્સ ખતમ:તાપી કિનારે મગદલ્લામાં બનશે 181 કરોડના ખર્ચે 77,951 ચો.મી. જમીન પર આકાર પામશે અત્યાધુનિક કોર્ટ બિલ્ડિંગ

    9 hours ago

    સુરતની નવી જિલ્લા અદાલત ક્યાં બનશે? વર્ષોથી વકીલ આલમ અને સુરતની જનતામાં ચાલી રહેલી અટકળો અને વિવાદોનો આજે અંત આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મગદલ્લા ખાતેની કિંમતી જમીનને નવી કોર્ટ બિલ્ડિંગ માટે હેતુફેર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ જીયાંવ ખાતે ફાળવાયેલી જમીનનો વકીલો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી અને વકીલ મંડળની રજૂઆતોને ધ્યાને રાખીને આખરે તાપી નદીના કિનારે મગદલ્લામાં નવું ન્યાયધામ બનાવવાનો માર્ગ મોકળો થયો છે. આ નિર્ણયથી વકીલોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. જીયાંવની જમીન કેમ રદ થઈ? વકીલોનો વિરોધ રંગ લાવ્યો અગાઉ જૂન 2019માં કલેક્ટરના હુકમથી મોજે જીયાંવ ખાતે 50,000 ચો.મી. જમીન કોર્ટ બિલ્ડિંગ માટે ફાળવવામાં આવી હતી. જોકે, સુરત જિલ્લા વકીલ મંડળ અને સુરત સિટી એડવોકેટ એસોસિએશન દ્વારા આ સ્થળને લઈને નામદાર ચીફ જસ્ટિસ સુધી રજૂઆતો કરવામાં આવી હતી. વકીલોની દલીલ હતી કે જીયાંવ વિસ્તાર પ્રદૂષણ અને અંતરની દૃષ્ટિએ યોગ્ય નથી. આ મામલે જાન્યુઆરી 2026માં હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટી અને હોદ્દેદારો વચ્ચે બેઠક મળી હતી, જેમાં મગદલ્લાની જમીનને વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવી હતી. આખરે વકીલોની લડત સફળ રહી છે અને શહેરની મધ્યમાં કહી શકાય તેવા મગદલ્લા વિસ્તાર પર મંજૂરીની મહોર વાગી છે. 181.11 કરોડના ખર્ચે બનશે સુરતનું નવું ન્યાયધામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, સુરતની આ નવી જિલ્લા કોર્ટના બાંધકામ માટે કુલ 181,11,00,000 (એકસો એક્યાસી કરોડ અગિયાર લાખ)ની માતબર રકમની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે 25 માર્ચ 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી, હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના મેમ્બર્સ અને કાયદા વિભાગના સેક્રેટરીઓની હાજરીમાં મળેલી હાઈલેવલ મીટિંગમાં આ બજેટ અને સ્થળ નક્કી કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ સુરતની વધતી જતી વસ્તી અને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાને રાખીને અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. મગદલ્લા ટી.પી. સ્કીમ નંબર-4 (રુંઢ-મગદલ્લા) માં જમીન ફાળવણી કલેક્ટરના હુકમ મુજબ મગદલ્લા ગામની સર્વે/બ્લોક નંબર 2-1 વાળી જમીન જે અગાઉ ગૌચર તરીકે નોંધાયેલી હતી અને માર્ગ-મકાન વિભાગને પુલના સામાન તેમજ સરકારી આવાસો માટે ફાળવવામાં આવી હતી, તેનો હેતુફેર કરવામાં આવ્યો છે. આ જમીન ટી.પી. સ્કીમ નંબર-4 (રુંઢ-મગદલ્લા) હેઠળ આવે છે, જેમાં એફ.પી. નંબર 55 (ક્ષેત્રફળ 77,951 ચો.મી.)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય પ્લોટ્સ પણ ફાળવણીમાં છે. આ વિશાળ જમીન હવે સત્તાવાર રીતે જિલ્લા ન્યાયાલયના ભવન માટે અનામત કરી દેવામાં આવી છે. તાપી નદીના બ્રિજ નજીક આવેલી આ જગ્યા પરિવહન અને વાતાવરણની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવી રહી છે. હાઈકોર્ટના 3 જજોએ રૂબરૂ નિરીક્ષણ કરી મંજૂરી આપી હતી નોંધનીય છે કે, 21 ફેબ્રુઆરી 2026ના રોજ નામદાર હાઈકોર્ટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ત્રણ માનનીય ન્યાયમૂર્તિઓએ સુરતની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ કમિટીએ મગદલ્લા ખાતે આવેલી સરકારી જમીનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન આ સ્થળ વકીલો, અસીલો અને ન્યાયિક પ્રક્રિયા માટે અત્યંત અનુકૂળ હોવાનું જણાયું હતું. મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ દ્વારા પણ આ જમીન ફાળવવા માટે જરૂરી વહીવટી હુકમ કરવા રજૂઆત કરી હતી, જેના પગલે કલેક્ટરે આજે આખરી હુકમ જારી કર્યો છે. હવે અન્ય ઉપયોગ પર રહેશે પ્રતિબંધ કલેક્ટરના હુકમમાં સ્પષ્ટ જણાવાયું છે કે અગાઉ જે જમીન તાપી નદીના પુલની સાધન સામગ્રી રાખવા અને સરકારી કર્મચારીઓના આવાસો માટે ફાળવવામાં આવી હતી, તેનો ઉપયોગ હવે માત્ર "જિલ્લા ન્યાયાલયના કોર્ટ બિલ્ડિંગના બાંધકામ" માટે જ કરી શકાશે. આ જમીનનો હેતુફેર (Land Use Change) કરવામાં આવ્યો છે. શરત મુજબ કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના આ જમીનનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરી શકાશે નહીં. આ નિર્ણયથી સુરતના વકીલ આલમમાં ભારે રાહત અને હર્ષની લાગણી છે કારણ કે તેમને આખરે પોતાની મનગમતી અને અનુકૂળ જગ્યા મળી ગઈ છે.સુરત માટે આ નિર્ણય ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે મગદલ્લાનું લોકેશન શહેરના તમામ વિસ્તારોથી સરળતાથી એક્સેસ કરી શકાય તેમ છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યકક્ષાનો અગ્નિવીર ભરતી મેળો:મનપાએ 455.80 કરોડના લક્ષ્યાંક સામે 447.93 કરોડના વેરાની વસૂલાત કરી, 12મીએ UPSCની પરીક્ષા
    Next Article
    Explosion outside Punjab BJP office in Chandigarh; no injuries, probe on as viral video of two men surfaces

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment