Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંડલા એરપોર્ટ 45.2 ડિગ્રી સાથે સૌથી ગરમ વિસ્તાર:રાજ્યના 5 શહેરોમાં તાપમાન 44 ડિગ્રી પાર, અમદાવાદ 44.8 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી; આગામી 48 કલાક હીટવેવનો ખતરો

    19 hours ago

    હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ માટે આકરી ગરમી અને હીટવેવની ચેતવણી જાહેર કરી છે, જેમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે, ત્યારે રાજ્યમાં 45.2 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યમાં સૌથી ગરમ વિસ્તાર બન્યો છે, જ્યારે પાંચ શહેરમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર કરી ગયો છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થયા છે. હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, મતદાનના દિવસે જ અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જિલ્લામાં હીટવેવની અસર જોવા મળશે. જ્યારે આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ ઉપરાંત બોટાદ અને અમદાવાદ જિલ્લામાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. તાપમાન 41 થી 45°C વચ્ચે રહેવાની સંભાવના આજે રાજ્યમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ગરમીના પ્રકોપને જોતા મતદારોએ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચવાનું પસંદ કર્યું હતું. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 44°C નોંધાયું છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી સમયગાળા દરમિયાન તાપમાન 41°C થી 45°C ની વચ્ચે રહેવાની સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    વાડી ટાવર પાસે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:એક્ટ્રેસ સોનાલી દેસાઈ, સો.મીડિયા સ્ટાર અંકિતા પરમાર અને ક્રિકેટર યુસુફ પઠાણે વોટિંગ કર્યું, 5 વાગ્યા સુધીમાં 47% મતદાન
    Next Article
    ભરૂચમાં સરેરાશ 67.66% મતદાન:સૌથી વધુ નેત્રંગ તાલુકામાં 68.08, સૌથી ઓછું ભરૂચ તાલુકામાં 51.32 ટકા, 28મીએ પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment