Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં સરેરાશ 67.66% મતદાન:સૌથી વધુ નેત્રંગ તાલુકામાં 68.08, સૌથી ઓછું ભરૂચ તાલુકામાં 51.32 ટકા, 28મીએ પરિણામ

    1 day ago

    ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે (26 એપ્રિલે) લોકશાહીનો ઉત્સવ પૂરજોશમાં ઉજવાયો હતો, જેમાં સરેરાશ 67.66% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 348 બેઠક માટે 10.86 લાખથી વધુ મતદારોએ પોતાના પ્રતિનિધિઓનું ભાવિ EVP મશીનમાં કેદ કર્યું છે. હવે 28મીએ પરિમામ આવશે. મતદાનના આ મહાપર્વમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક અવરોધો પણ જોવા મળ્યા હતા. 97 વર્ષીય ઈબ્રાહિમ આદમભાઈ અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મતદાન કરી લોકશાહીની જ્યોત જગાવી હતી, તો બીજી તરફ વોર્ડ નં. 2માં EVMમાં ટેકનિકલ ખામી અને ઇકરા બૂથ પર વીજળી ગુલ થવાથી મતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં કેટલાક મતદારોએ અંધારામાં ટોર્ચના પ્રકાશમાં મતદાન કર્યું હતું. આ ઉપરાંત, નવા તવરા ગામના ગ્રામજનોએ મતદાન મથકના વધુ અંતરને લઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તમામ ઘટનાઓ વચ્ચે ભરૂચ તાલુકાના ત્રાલસા કોઠી ગામની સીમમાંથી ગ્રામજનોની સતર્કતાથી દારૂ ભરેલી કાર પકડાતા ચૂંટણીના માહોલમાં સુરક્ષા અને ચોકસાઈ અંગેની ચર્ચા પણ તેજ બની હતી.
    Click here to Read More
    Previous Article
    કંડલા એરપોર્ટ 45.2 ડિગ્રી સાથે સૌથી ગરમ વિસ્તાર:રાજ્યના 5 શહેરોમાં તાપમાન 44 ડિગ્રી પાર, અમદાવાદ 44.8 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી; આગામી 48 કલાક હીટવેવનો ખતરો
    Next Article
    કાલોલના મલાવ ગામે 97 વર્ષીય વૃદ્ધે મતદાન કર્યું:પંચમહાલ SP હરેશ દુધાતે સાલ ઓઢાડી સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment