Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકના ગળે છરી ટેકવી રૂ. 45,000ની માંગ કરી:મિત્ર માટે ભાડાની રૂમ રાખવા ગયો હતો, સિંધુનગર સ્મશાન પાસે માર મારી 3 શખ્સોએ બળજબરીથી રૂ.3000 પડાવ્યા

    9 hours ago

    ભાવનગરના રાણીકા વિસ્તારમાં રહેતા અને ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક મહમદતેહજીદ હનીફભાઈ કુરેશી ગત 3જી તારીખની રાત્રે સિંધુનગર સ્મશાન પાસે પોતાના મિત્ર માટે ભાડે રૂમ શોધવા ગયા હતા. ત્યાં ત્રણ સ્થાનિક શખસોએ તેઓ ચોરી કરવા આવ્યા હોવાનો ખોટો આક્ષેપ કરી, લાકડી અને વાયર વડે બેરહેમ માર માર્યો હતો. આરોપીઓએ પીડિત પાસેથી રૂા. 3,000ની લૂંટ ચલાવી, ગળે છરી ટેકવી બળજબરીપૂર્વક વીડિયો બનાવી લીધો હતો અને ત્યારબાદ રૂા. 45,000ની ખંડણી માંગતા આ મામલે ઘોઘારોડ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. રૂમની તપાસ કરવા જતાં જ સર્જાયો વિવાદ ફરિયાદ અનુસાર, શિક્ષક મહમદતેહજીદ કુરેશીના મિત્ર મેહુલભાઈ ડાભીને ભાડેથી રૂમ રાખવી હોવાથી, તેઓ સરદારનગર આહીર સમાજ છાત્રાલય પાસે રૂમની વિગત મળતા સિંધુનગર સ્મશાન નજીક તપાસ કરવા ગયા હતા. ત્યાં ગલ્લીમાં રૂમ હોવાની માહિતી મળતા તેઓ આગળ વધ્યા, જ્યાં પરપ્રાંતિય લોકો રહેતા હતા. આ સમયે ત્યાં હાજર શખસોએ "અહીં શું કામ આવ્યા છો અને રૂમ માલિકને પૂછ્યા વગર કેમ આવ્યા?" તેમ કહી ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો. ઢોર માર મારી લૂંટ ચલાવી અને ખંડણી માંગી ઝઘડા દરમિયાન મયંક નામના શખસે સુરેશને બોલાવી લીધો હતો. સુરેશ, મયંક અને ઉદય નામના ત્રણેય શખસોએ પીડિત પર ચોરીનો આરોપ લગાવી મારપીટ શરૂ કરી હતી. સુરેશે ધોકા વડે, મયંકે દોરડાથી અને ઉદયે ગીયરના વાયર વડે શિક્ષકને નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. ત્યારબાદ સુરેશે છરી બતાવી પીડિતના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રૂા. 3,000 કઢાવી લીધા હતા. આટલેથી ન અટકતા, આરોપીઓએ પીડિતના ગળે છરી ટેકવી પોતે કહે તે મુજબ બોલવા મજબૂર કરી એક વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. આ વીડિયોના આધારે કોઈને જાણ ન કરવા ધમકાવી રૂા. 45,000ની માંગણી કરી હતી. બીજા દિવસે મયંક રાઠોડે ફોન કરી સમાધાન પેટે રૂા. 20,000 આપી મામલો પતાવવા દબાણ કર્યું હતું. આ ઘટના અંગે ભયભીત થયેલા યુવકે આખરે ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુરેશ સાટીયા, મયંક રાઠોડ અને ઉદય સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308(5), 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબી નજીકથી દારૂ ભરેલી અર્ટિકા કાર ઝડપાઈ:288 બોટલ દારૂ, 144 બીયર ટીન જપ્ત; આરોપી ફરાર
    Next Article
    રાજકોટના બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ:છૂટાછેડા લેવા માટે વકીલની સલાહ લેવા ગયેલ પત્ની ઉપર પતિએ કર્યો હુમલો, માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment