Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ:છૂટાછેડા લેવા માટે વકીલની સલાહ લેવા ગયેલ પત્ની ઉપર પતિએ કર્યો હુમલો, માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી

    8 hours ago

    રાજકોટના નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગત 18 એપ્રિલના રોજ દીકરીએ નોંધાવેલ ફરિયાદ બાદ આજ રોજ તેની પત્ની દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે જેમાં પત્ની દ્વારા છૂટાછેડા લેવા માટે વકીલની સલાહ લેવામાં આવી હોવાનો ખાર રાખી માર મારતા ઈજાગ્રસ્ત પત્નીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફરિયાદ નોંધાવતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ગોકુલધામ આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં જયશ્રીબેન હાર્દિકભાઇ સોલંકી (ઉ.વ.44)ને ચાર મહિના પહેલા પતિ સાથે ઝઘડો થતા તેઓ પોતાની મોટી દીકરી સાથે મુંબઈ રહેવા જતા રહ્યા હતા. તે સમયે તેમણે પતિથી છૂટાછેડા લેવા માટે વકીલની સલાહ લીધી હતી પરંતુ 15 દિવસ પહેલા જ્ઞાતિના આગેવાનો અને પરિવાર દ્વારા સમાધાન થતા તેઓ પરત રાજકોટ ઘરે આવ્‍યા હતા. દરમિયાન સોમવારે સાંજે પતિ હાર્દિક ઘરે આવ્‍યા ત્‍યારે તેમને ખબર પડી કે પત્‍નિએ અગાઉ છૂટાછેડા માટે વકીલનો સંપર્ક કર્યો હતો તેથી આ વાતનો ખાર રાખી ગાળાગાળી કરી હતી જેથી પત્‍નિએ ગાળો બોલવાની ના પાડતા પતિએ ઉશ્‍કેરાઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં પતિએ હાથમાં પહેરેલી લક્કી વડે જયશ્રીબેનના માથામાં જમણી બાજુ મારતા લોહીલુહાણ હાલતમાં તેઓ બેભાન જેવા થઈ ગયા હતા. બૂમાબૂમ થતા નાની દીકરીએ પડોશીને બોલાવ્‍યા હતા જેમણે વચ્‍ચે પડી જયશ્રીબેનને છોડાવ્‍યા હતા. ઈજાગ્રસ્‍ત હાલતમાં તેમને તાત્‍કાલિક દોશી હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા જ્‍યાં માથામાં ત્રણ ટાંકા આવ્‍યા હતા. ત્‍યારબાદ વધુ સારવાર માટ અન્ય હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્‍યાં તેમના જમણા હાથમાં ફ્રેક્‍ચર હોવાથી ઓપરેશન કરવું પડ્‍યું છે. આ મામલે જયશ્રીબેને હોસ્‍પિટલના બિછાનેથી જ પોતાના પતિ વિરૂધ્‍ધ ફરિયાદ કરતાં માલવિયાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગત 18 એપ્રિલના રોજ નામચીન બુટલેગર હાર્દિક ઉર્ફે કવિએ પોતાની પત્ની અને દીકરીને મારી નાખવાની ધમકી આપતા દીકરીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    યુવકના ગળે છરી ટેકવી રૂ. 45,000ની માંગ કરી:મિત્ર માટે ભાડાની રૂમ રાખવા ગયો હતો, સિંધુનગર સ્મશાન પાસે માર મારી 3 શખ્સોએ બળજબરીથી રૂ.3000 પડાવ્યા
    Next Article
    SRH vs PBKS Live Score, IPL 2026: Onus On Shreyas Iyer As Punjab Kings Struggle In Big Chase vs SRH

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment