Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી નજીકથી દારૂ ભરેલી અર્ટિકા કાર ઝડપાઈ:288 બોટલ દારૂ, 144 બીયર ટીન જપ્ત; આરોપી ફરાર

    10 hours ago

    મોરબી નજીક નીચી માંડલ ગામ પાસેથી પોલીસે દારૂ ભરેલી એક અર્ટિકા કાર ઝડપી પાડી છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આ કારમાંથી ૨૮૮ બોટલ વિદેશી દારૂ અને ૧૪૪ બીયરના ટીન જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં કુલ ૭.૬૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જોકે આરોપી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. મોરબી તાલુકા પીઆઈ જે.ડી. સરવૈયાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, નંબર પ્લેટ વગરની સફેદ કલરની અર્ટિકા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મોરબી તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે નીચી માંડલ ગામ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળી અર્ટિકા કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે પોલીસને જોઈને કાર ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતાં કાર ચાલક ઉંચી માંડલ ગામ પાસે કાર છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે ત્યજી દેવાયેલી કારની તપાસ કરતાં તેમાંથી ૨૮૮ મોટી બોટલ વિદેશી દારૂ અને ૧૪૪ બીયરના ટીન મળી આવ્યા હતા. દારૂ અને બીયર ઉપરાંત, કારમાંથી બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. આમ, દારૂ, બીયર, બે મોબાઈલ અને વાહન સહિત કુલ ૭,૬૫,૨૭૩ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે અર્ટિકા કારના ચાલક અને તેના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ સી.એસ. સોંદરવા અને તેમનો સ્ટાફ જોડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ જિલ્લાનું ધોરણ 10નું 88.11 ટકા પરિણામ:પિતાના અવસાન બાદ પરિવાર અને શિક્ષકોના સહયોગથી 99.95 PR પ્રાપ્ત કર્યા, બહેન અભ્યાસ સાથે જોબ કરી ભાઈને ડોક્ટર બનાવવા મહેનત કરે છે
    Next Article
    યુવકના ગળે છરી ટેકવી રૂ. 45,000ની માંગ કરી:મિત્ર માટે ભાડાની રૂમ રાખવા ગયો હતો, સિંધુનગર સ્મશાન પાસે માર મારી 3 શખ્સોએ બળજબરીથી રૂ.3000 પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment