Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લાનું ધોરણ 10નું 88.11 ટકા પરિણામ:પિતાના અવસાન બાદ પરિવાર અને શિક્ષકોના સહયોગથી 99.95 PR પ્રાપ્ત કર્યા, બહેન અભ્યાસ સાથે જોબ કરી ભાઈને ડોક્ટર બનાવવા મહેનત કરે છે

    19 hours ago

    આજ રોજ ગુજરાત બોર્ડ દ્વારાધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લાનું 88.11% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે કુલ 40,007 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી કુલ 39549 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી A1 ગ્રેડ સાથે 4262 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડ સાથે 7296 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના પરિણામમાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં વર્ષ 2024માં 85.23%, વર્ષ 2025માં 87.19% અને આ વર્ષે 2026માં 88.11% પરિણામ જાહેર થયું છે. પિતાની છત્રછાયા ગુમાવી છતાં હેમાંગે મેળવ્યા 99.95 PR હેમાંગ કેતનભાઈ પેસાવરિયાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે જેમાં તેને 99.95 PR પ્રાપ્ત કર્યા છે આ પરિણામમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 માર્ક પ્રાપ્ત કર્યા છે. મારા પિતા કેતનભાઈને કેન્સરની બીમારી હોવાથી જાન્યુઆરી 2025માં તેમનું અવસાન થયું હતું આ પછી પ્રાઇવેટ નોકરી કરતો હતો જો કે શાળા સંચાલકોને આ વાતની જાણ થતા તેમને ફી માફ કરી નોકરી છોડાવી માત્ર ભણવામાં સમય આપવા જણાવ્યું હતું. પોતે આગળ બી ગ્રુપમાં મેડિકલમાં અભ્યાસ કરવા ઈચ્છા ધરાવે છે અને તેમાં પણ એઇમ્સમાં પ્રવેશ મેળવવા ગોલ નિશ્ચિત કર્યો છે. ભાઈને માટે બહેને અભ્યાસ સાથે જોબ કરી હેમાંગના બહેન કોમલ પેસાવરિયાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે અમે બોવ ખુશ છીએ. મારા ભાઈ હેમાંગએ ખુબ મહેનત કરી આજે 99.95 PR મેળવ્યા છે હું એક મોટી બહેનની સાથે સાથે પિતાની ફરજ પણ નિભાવી રહી છું. હું કોલેજમાં એક્સ્ટર્નલ અભ્યાસ કરી સાથે જોબ પણ કરું છું. આર્થિક રીતે કોઈ સમસ્યા કે તકલીફ ન આવે માટે હું જોબ કરું છું અને ભાઈને માત્ર ભણવામાં જ ફોક્સ કરવા કહ્યું છે. મારા પિતા ભલે હયાત નથી પણ મારા ભાઈને આગળ વધારવા માટે હું તમામ મહેનત કરીશ અને એની બધી ઈચ્છા પુરી કરીશ. વિવેકને એન્જિનિયર બનવાનું સપનું ધોરણ 10મા 99.94 PR મેળવનાર વિદ્યાર્થી વિવેક કુખાણીએ જણાવ્યું હતું કે, ધોરણ 10માં પ્રવેશ કર્યો ત્યારે જ મેં મારો ગોલ નક્કી કર્યો હતો અને સ્ટડી ટેબલ ઉપર 99.99 PR લખીને રાખ્યું હતું જો કે આજે 99.94 PR આવ્યા છે એટલે મારા ગોલથી નજીક પહોંચ્યો છું જેથી આજના પરિણામથી હું ખૂબ જ ખુશ છું. મારું સ્વપ્ન એન્જિનિયર બનવાનું છે. અમે પ્રધાનમંત્રીના ડ્રિમ પ્રોજેક્ટ લાઈટ હાઉસ આવાસમાં રહીએ છીએ અને મારા પિતા અલ્પેશભાઈને ઈલેક્ટ્રીકની દુકાન છે તેઓનો મને પુરેપુરો સહયોગ રહ્યો છે. જયારે તેમના પિતા અલ્પેશભાઈએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 10માં મારા પુત્રને ખૂબ જ સારા માર્કસ આવ્યા છે અને શરૂઆતથી તેનો ગોલ નક્કી હતો. તેને ભણવામાં અમે ખૂબ જ મદદ કરી છે અને આગળ પણ તે જે કંઈ પણ ભણવા માંગતો હોય તેમાં અમે તેની સાથે છીએ. આ પરિણામમાં માત્ર તેની મહેનત જ છે. આગળ જે કઈ પણ તેની ઈચ્છા હશે તે પૂર્ણ કરવાનો અમે પ્રયત્ન કરશું. દ્રષ્ટિની મર્યાદા છતાં આનલ ચાવડાની અદભૂત સિદ્ધિ રાજકોટ મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ ચાવડાના દીકરી આનલ ચાવડા MPS-1 ના દર્દી અને 90% દ્રષ્ટિ ન હોવા છતાં બોર્ડની પરીક્ષામાં રાઇટર રાખી 96.51 PR મેળવી પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે. વાંચન માટે દીકરીને 10 નંબરના ચશ્મા હોવાથી સફેદ LED LIGHT રાખીને જ વાંચન કરવું પડતું છતાં વ્હાલા દીકરી આનલ હિંમત હારી ન હતી. સરોજિની નાયડુ હાઇસ્કૂલનું 98 ટકા તો વીર સાવરકર વિદ્યાલયનું 22.22 ટકા પરિણામ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાના પરિણામો પર નજર કરીએ તો સરોજિની નાયડુ હાઈસ્કૂલનું 98 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં બંસી ટાંકને 99.43 PR અને ભક્તિ વિસાવાડીયાને 98.14 PR આવ્યા છે. જ્યારે પી એન્ડ ટી. વી. શેઠ હાઇસ્કુલનું 88.23 ટકા પરિણામ જાહેર થયું છે જેમાં તાલીમહુસેન પીપરવાડિયાને 97.89 PR અને હાર્દિક પાડલીયાને 93.79 PR આવ્યા છે. જ્યારે મુરલીધર વિદ્યાલયના નયન ટાંકને 74 ટકા અને ભૂમિકા મેરિયાને 73.83 ટકા આવ્યા છે. એકનાથ રાનડે વિદ્યાલયના શંભુવિદ ચૌધરીને 83.70 ટકા અને પૂજા નિરાશ્રિતને 83.46 ટકા આવ્યા છે. આ ઉપરાંત વીર સાવરકર વિદ્યાલયના અવેશ ડેલાને 61.85 PR તો વિરાજ સનુરાને 45.77 ટકા આવ્યા છે. જ્યારે મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની તેજલ પરમારને 96.8 PR અને રઈશા કઈડાને 93.44 ટકા આવ્યા છે. રાજકોટની પ્રો એક્ટિવ એકેડેમીના સંચાલક પરેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ધોરણ 10 નુ આજે પરિણામ જાહેર થતાં જ આ એકેડેમીના 8 તારલાઓ ઝળક્યા છે. જેમાં વિદ્યાર્થી રાહુલ પતાણીને 97.08 PR, આયુષ સોલંકીને 95.26 PR, ધૈર્ય વ્યાસને 90.48 PR, રુદ્ર તંતીને 81.82 PR, યુવરાજ વાઘેલાને 77.11 PR, રુશિલ કાકડિયાને 76.07 PR, જીનલ સોલંકીને 73.36 PR અને મોનીલ પરસાણાને 72.53 PR આવ્યા છે. વિદ્યાર્થી રાહુલ પતાણીએ જણાવ્યું હતું કે, ધોરણ 10માં 97.08 PR આવ્યા છે. આ એકેડેમીમાં શિક્ષકો દ્વારા ખૂબ જ સારી તૈયારી કરાવવામાં આવી હતી અને તેથી મને જેવું જોઈતું હતુ તેવું જ પરિણામ મળ્યુ છે. મારા પિતાનું નામ રાકેશભાઈ અને માતાનું નામ પ્રીતિબેન છે. મારા પિતા IT એન્જિનિયર છે. મારે પણ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં જ આગળ વધવાનું છે અને તેથી હવે JEE એડવાન્સની પરીક્ષા આપીશ. જ્યારે અન્ય વિદ્યાર્થી આયુષ સોલંકીએ જણાવ્યું હતું કે, ધોરણ 10 માં મારી ખૂબ જ મહેનત હતી અને તેના કારણે મને 95.26 પર્સન્ટાઇલ આવ્યા છે. આગળ ધોરણ 11 - 12 માં કોમર્સ કર્યા બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું સ્વપ્ન છે. પિતાનું નામ નિલેશભાઈ અને માતાનું નામ પારુલબેન છે. મારા પિતા બિઝનેસમેન છે. વિદ્યાર્થિની જીનલ સોલંકીએ જણાવ્યુ હતુ કે, મારે ધોરણ 10 માં 73.36 પર્સન્ટાઈલ આવ્યા છે. હવે GPSC અને UPSC ની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેની તૈયારી કરીશ. સરકારી નોકરીમાં ફ્યુચર સારું હોય છે જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવ માગું છું. પિતાનું નામ નિલેશભાઈ છે જે પીજીવીસીએલમાં નોકરી કરે છે અને માતાનું નામ ઉર્મિલાબેન છે જે હાઉસવાઈફ છે.
    Click here to Read More
    Previous Article
    સબરીમાલા કેસ, સુપ્રીમ કોર્ટે કહ્યું- વારંવાર વલણ બદલી શકાય નહીં:બોહરા સમાજમાં બહિષ્કાર અને ધાર્મિક અધિકારો પર 1986ની PILની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા
    Next Article
    મોરબી નજીકથી દારૂ ભરેલી અર્ટિકા કાર ઝડપાઈ:288 બોટલ દારૂ, 144 બીયર ટીન જપ્ત; આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment